AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જે ખેલાડી ક્યારેય T20 નથી રમ્યો, તે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માનું સ્થાન લેશે?

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. જો રોહિત શર્મા આ મેચમાં નહીં રમે, તો તેના સ્થાને વિદર્ભના 22 વર્ષીય બેટ્સમેનને લેવાનું વિચારાઈ રહ્યું છે. જોકે, આ ખેલાડીએ પહેલા ક્યારેય T20 રમ્યો નથી.

Breaking News: જે ખેલાડી ક્યારેય T20 નથી રમ્યો, તે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માનું સ્થાન લેશે?
Danish & RohitImage Credit source: X
| Updated on: Apr 16, 2026 | 5:20 PM
Share

રોહિત શર્મા IPL 2026 માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. પરંતુ, મોટો પ્રશ્ન એ છે કે જો રોહિત શર્મા નહીં રમે, તો તેનું સ્થાન કોણ લેશે? આ રેસમાં દાનિશ માલેવરનું નામ ચર્ચાઈ રહ્યું છે. મોટી વાત એ છે કે દાનિશ માલેવર આજ સુધી એક પણ T20 રમ્યો નથી.

દાનિશ માલેવર T20 ક્રિકેટ નથી રમ્યો

દાનિશ માલેવરને IPL 2026 ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે ₹30 લાખમાં ખરીદ્યો હતો. 22 વર્ષીય વિદર્ભના આ બેટ્સમેન પાસે ફક્ત 15 ફર્સ્ટ-ક્લાસ મેચોનો અનુભવ છે. આનો અર્થ એ થયો કે તેણે T20 ક્રિકેટમાં પણ પ્રોફેશનલ ડેબ્યૂ કર્યું નથી, જોકે, હવે તેની પાસે મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL ડેબ્યૂ કરવાની તક છે. જો રોહિત શર્મા ઈજાને કારણે પંજાબ કિંગ્સ સામેની મેચમાંથી બહાર થઈ જાય છે, તો મુંબઈ ટીમ મેનેજમેન્ટ દાનિશ માલેવરને તક આપી શકે છે.

રોહિતનું સ્થાન લઈ શકે આ સિનિયર

જોકે, મુંબઈ ઈન્ડિયન્સ પાસે ઓપનિંગ સ્લોટમાં રોહિત માટે બીજો વિકલ્પ છે: ક્વિન્ટન ડી કોક, જે વધુ અનુભવી છે અને અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનિંગ કરી ચૂક્યો છે. જોકે, તેના રમવાથી ટીમના ચાર વિદેશી ખેલાડીઓનું બેલેન્સ કોમ્બિનેશન ખોરવાઈ જશે.

ક્વિન્ટન ડી કોકને તક મળશે?

વર્તમાન ટીમ કોમ્બિનેશનમાં ઈનિંગની શરૂઆત કરનાર રાયન રિકલ્ટન, મધ્યમ ક્રમમાં શેરફેન રૂધરફોર્ડ અને મિશેલ સેન્ટનર અને ઝડપી બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થાય છે. આ ચારમાંથી એકને દૂર કરીને ક્વિન્ટન ડી કોકને તક આપવી કે નહીં તે મુંબઈ ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર છે.

રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઈજા

રોહિત શર્માને RCB સામેની છેલ્લી મેચમાં હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. ઈજાને કારણે તે રીટાયર્ડ હર્ટ થયો હતો. રોહિતની ઈજા કેટલી ગંભીર છે, તે બહાર રહેશે કે રમશે, એ તો મેચ પહેલા નક્કી કરવામાં આવશે. પણ પ્રશ્ન એ રહે છે કે જો તે નહીં રમે તો કોને તક મળશે?

Breaking News: પાકિસ્તાનના મેદાનોમાં “સફેદ કોટમાં લૂંટ”, 80ના દાયકાના વિવાદાસ્પદ અમ્પાયરોની કહાની

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">