AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખો ટ્રક બળી ગયો, અમદાવાદમાં ડનલોપ સીટ બનાવટી ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ Video

આખો ટ્રક બળી ગયો, અમદાવાદમાં ડનલોપ સીટ બનાવટી ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2026 | 8:58 PM
Share

અમદાવાદ નજીક દેત્રોજમાં કાનપુરા રોડ પર આવેલી ડનલોપ સીટ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગમાં એક ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો.

અમદાવાદ નજીક દેત્રોજમાં કાનપુરા રોડ પર આવેલી ડનલોપ સીટ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનામાં ફેક્ટરી પરિસરમાં ઊભેલો એક ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગની જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કડી નગરપાલિકાની બે ફાયર ટીમો પણ આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી છે. આગ એટલી વિકરાળ હતી કે ફેક્ટરીમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જે આસપાસના વિસ્તારોમાં દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આગ વધુ ફેલાય નહીં તે માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાથી ફેક્ટરીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

ગુજરાતમાં કયા લોકોને મળી શકે છે દારૂ પીવાની છૂટ,  ઉંમર અને આવકના નિયમો તમે નહીં જાણતા હોવ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">