AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાપાન સરકારની ભારતીયોને મોટી ઓફર! દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની તક, યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય

શું તમે સાયન્સ કે ટેકનોલોજીમાં કરિયર બનાવવા માંગો છો? ફૂલી-ફંડેડ આ સ્કીમમાં AI થી લઈને સેમિકન્ડક્ટર સુધીના ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે. જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને જરૂરી શરતો.

જાપાન સરકારની ભારતીયોને મોટી ઓફર! દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની તક, યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય
Image Credit source: AI
| Updated on: Apr 05, 2026 | 8:48 PM
Share

જાપાન અત્યારે દુનિયાભરના ટેલેન્ટેડ યુવાનોને પોતાના દેશમાં આવકારવા આતુર છે અને તેમાં પણ ભારતીયો માટે ખાસ લાલ જાજમ બિછાવવામાં આવી છે. જાપાન સરકારે વર્ષ 2026 માટે LOTUS (લોટસ) પ્રોગ્રામ હેઠળ એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રોગ્રામ દ્વારા 1000 ભારતીય માસ્ટર્સ, પીએચડી સ્ટુડન્ટ્સ અને પોસ્ટડોક્ટરોલ રિસર્ચર્સને જાપાનની ટોપ યુનિવર્સિટીઓમાં રિસર્ચ કરવાની સુવર્ણ તક મળશે.

પ્રોગ્રામની ખાસિયતો અને આર્થિક લાભ:

પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા ભારતીયોને રહેવા-જમવાના ખર્ચ માટે દર મહિને ₹1.4 લાખ (સ્ટાઈપેન્ડ) આપવામાં આવશે. આ એક ‘ફૂલી-ફંડેડ’ પ્રોગ્રામ છે, જેનો અર્થ છે કે જાપાનમાં રહેવા દરમિયાનનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. આ ઉપરાંત, રિસર્ચ દરમિયાન જાપાનમાં ફરવા અને અન્ય શૈક્ષણિક સહયોગ માટે અલગથી ફંડ પણ મળી શકે છે. જોકે, ભારતથી જાપાન જવા માટેનો ટ્રાવેલ ખર્ચ ઉમેદવારે પોતે ભોગવવો પડશે.

કોણ કરી શકે છે અરજી?

  • જેઓ માસ્ટર્સ સ્ટુડન્ટ્સ અથવા પોસ્ટડોક્ટરોલ રિસર્ચર્સ છે.
  • જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે.
  • ઉમેદવાર કોઈ ભારતીય યુનિવર્સિટી કે સંશોધન સંસ્થા સાથે જોડાયેલ હોવો જોઈએ.
  • મહત્વની શરત: ઉમેદવાર સીધી અરજી કરી શકશે નહીં. જાપાનની જે તે સંસ્થાના ‘પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર’ એ ઉમેદવાર વતી અરજી સબમિટ કરવાની રહેશે.

કયા ક્ષેત્રોને અગ્રતા મળશે?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), બાયોટેકનોલોજી, એનર્જી, ક્વોન્ટમ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને ટેલિકોમ્યુનિકેશન જેવા ઉભરતા ક્ષેત્રોમાં રિસર્ચ કરનારાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

મહત્વની તારીખો:

અરજી કરવાની છેલ્લી તારીખ 9 જૂન, 2026 છે. ઓગસ્ટના અંત સુધીમાં પરિણામ જાહેર થશે અને પસંદ થયેલા ઉમેદવારો ઓક્ટોબર 2026 થી જાપાનમાં પોતાનું સંશોધન શરૂ કરી શકશે. આ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ જાપાનમાં નોકરી મેળવવાની તકો પણ ખુલી શકે છે.

ઇતિહાસમાં પહેલીવાર વાનર પર માણસ ભારે પડ્યો: શખ્સે જબરદસ્તી ખવડાવીને વાનરના નાકે દમ લાવી દીધો, જુઓ વીડિયો

Follow Us
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">