ગુજરાતમાં શકિતપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે હવે ખેડા બ્રહ્મસમાજ પણ મેદાનમાં આવ્યો છે. બ્રહ્મસમાજના આગેવાનોએ જો પ્રસાદના નિર્ણયમાં ફેરબદલ નહીં કરાય તો અંબાજી મંદિરમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. બ્રહ્મસમાજે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ તાત્કાલિક ચાલુ કરવા મંદિરના વહીવટદાર અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે.