Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીઓના ગરબા ગાવા પર લગાવ્યો પ્રતિબંધ- Video
Ahmedabad: નવરાત્રીમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબાના આયોજનને લઈને ગુજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાં આવી છે. વિદ્યાપીઠના સત્તાધિશો દ્વારા વિદ્યાર્થિનીઓના ગરબા ગાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અંગે વિદ્યાપીઠના કાર્યકારી કુલનાયકે જણાવ્યુ હતુ કે ગરબાનું અયોજન સીધી રીતે વિદ્યાપીઠ કરતું નથી, પરિસરમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ અયોજન કરે છે. ગઈકાલે ટ્રસ્ટીઓ સાથે મળી આરતી કરી છે.
Ahmedabad: સર્વધર્મ પ્રાર્થના બાદ હવે ગરબાને લઈ ગુજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાંઆવી છે. ગુજરાતની સંસ્કૃતિ સમા ગરબા મહોત્સવના નવા વિવાદથી ચકચાર મચી છે. વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ લગાવતા ભારે વિવાદ થયો. એટલું જ નહીં વહીવટી તંત્રના નિર્ણયનો જો કોઈ વિદ્યાર્થિની વિરોધ કરશે તો તેને છાત્રાલયમાંથી કાઢી મુકવામાં આવશે. આ પ્રકારની ચેતવણી પણ ગૃહમાતા દ્વારા આપવામાં આવી છે. 50 વર્ષથી યોજાનારા ગરબા મહોત્સવમાં આ વખતે ગરબા રમવા પર પ્રતિબંધ લગાવતા વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો.
જો કે સમગ્ર વિવાદ સામે આવતા વિદ્યાપીઠના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી. વિદ્યાપીઠના કાર્યકારી કુલનાયક ભરત જોષીએ કહ્યું, ગરબાનું અયોજન સીધી રીતે વિદ્યાપીઠ કરતું નથી. પરિસરમાં નવરાત્રીનું આયોજન સ્ટાફ અને વિદ્યાર્થીઓ કરે છે. ગઇકાલે ટ્રસ્ટીઓ સાથે મળીને આરતી કરી છે. વિવાદ ઉભો કરવામાં કોઈનું ષડયંત્ર હોવાનો કુલનાયકે આરોપ લગાવ્યો હતો. અગાઉ ફી વધારા અને સર્વધર્મ પ્રાર્થનાને લઈને પણ વિદ્યાપીઠ વિવાદમાં આવી ચુકી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો