કેટલીકવાર લોકો દેશી જુગાડનો ઉપયોગ કરીને એવી વસ્તુઓ બનાવે છે, જેને જોઈને ઘણી વખત યુઝર્સ પણ દંગ રહી જાય છે. કેટલાક દેશી જુગાડ જોઈને મોટી હસ્તીઓ પણ ચોંકી જાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર જુગાડનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ માટે હસવાનું રોકવું મુશ્કેલ છે.
આ પણ વાંચો : Kartik Aryan Movie Shehzada : બોક્સ ઓફિસમાં કમાણી કરવા માટે કાર્તિકે ફિલ્મ ‘શહેજાદા’ની બદલવી પડી રિલીઝ ડેટ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક કાકાએ દેશી જુગાડમાંથી એક શાનદાર કાર બનાવી છે અને તેના પર આરામથી બેસીને ફરવા નીકળી પડ્યા છે. વીડિયોમાં તમે જોશો કે એક કાકાએ બે બકરીઓ અને કેટલાક લાકડાનો ઉપયોગ કરીને મજેદાર દેશી ગાડી બનાવી છે. એટલું જ નહીં કાકા પણ આ કારમા આરામથી બેસીને ફરતા જોવા મળે છે. કાકાની આ જુગાડ ગાડી જોઈને કોઈને પણ નવાઈ લાગશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કાકએ જુગાડ કરીને એક કાર બનાવી છે. આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દેશી જુગાડનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘lsawarmal’ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વ્યુઝ મળ્યાં છે, જ્યારે એક લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ કાકાનો દેશી જુગાડની પ્રશંસા કરી રહ્યા છે અને લોકોએ અનેક કોમેન્ટ કરી હતી.