ઠંડીમાં બાઇક વારંવાર બંધ થઈ જાય છે ? જાણો 5 મોટાં કારણ અને તેના ઉપાય
શિયાળાની ઠંડીમાં ઘણી વખત બાઇક વારંવાર બંધ પડી જાય છે, જે સવારના સમયે ખાસ કરીને પરેશાન કરે છે. આવી સમસ્યા પાછળ અનેક તકનિકી કારણો જવાબદાર હોઈ શકે છે. જોકે, થોડાં સરળ અને અસરકારક ઉપાયો અપનાવીને તમે આ મુશ્કેલીથી સરળતાથી બચી શકો છો. જો તમે મિકેનિક્સ દ્વારા સૂચવેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો, તો ઠંડીના દિવસોમાં પણ તમારી બાઇક સ્મૂથ રીતે ચાલતી રહેશે. આવો જાણીએ એવી 5 શ્રેષ્ઠ ટિપ્સ, જે શિયાળામાં બાઇકને સરળતાથી ચાલવવામાં મદદરૂપ બનશે.

શિયાળાની ઠંડીમાં બાઇકને તરત ચલાવવાનું ટાળવું જોઈએ, કારણ કે ઓછી તાપમાનમાં એન્જિનનું ઓઇલ જાડું થઈ જાય છે અને તેનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. આવી સ્થિતિમાં બાઇક ઝટકા મારી શકે છે અથવા અચાનક બંધ પણ પડી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બાઇક સ્ટાર્ટ કર્યા બાદ તેને 2 થી 3 મિનિટ સુધી ચાલુ સ્થિતિમાં રાખવી લાભદાયી છે, જેથી એન્જિનના તમામ ભાગો ધીમે ધીમે ગરમ થઈ જાય અને બાઇક સરળતાથી ચાલે.

શિયાળાની ઠંડી બાઇકની બેટરી પર સૌથી વધારે અસર કરે છે. તાપમાન ઘટતાં બેટરીની ચાર્જ સંગ્રહ કરવાની શક્તિ કમજોર પડે છે, જેના કારણે સેલ્ફ સ્ટાર્ટ યોગ્ય રીતે કામ કરતું નથી. તેથી બેટરીના ટર્મિનલ સ્વચ્છ છે કે નહીં અને કોઈ ઢીલાશ તો નથી ને, તેની નિયમિત તપાસ કરવી જરૂરી છે. જો બેટરી બહુ જૂની થઈ ગઈ હોય તો તેને બદલવી વધુ યોગ્ય રહેશે. સારી સ્થિતિની બેટરી બાઇકને ઠંડીમાં પણ સરળતાથી સ્ટાર્ટ થવામાં મદદ કરે છે અને વારંવાર અટકવાની સમસ્યા દૂર કરે છે. ( Credits: AI Generated )

શિયાળાની ઋતુમાં બાઇક સ્ટાર્ટ કરતી વખતે ચોકનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ચોક લગાવવાથી એન્જિનને શરૂઆતમાં વધારું બળતણ મળે છે, જેના કારણે બાઇક સહેલાઈથી ચાલુ થાય છે. પરંતુ ચોકને વધુ સમય સુધી ચાલુ રાખવું એન્જિન માટે હાનિકારક બની શકે છે. તેથી બાઇક ચાલુ થયા પછી એકથી બે મિનિટમાં ચોક બંધ કરી દેવો યોગ્ય ગણાય છે. ચોકનો સંતુલિત ઉપયોગ એન્જિનને સ્મૂથ રીતે ચલાવવામાં મદદ કરે છે અને સવારી દરમિયાન બાઇક અટકવાની સમસ્યાથી બચાવે છે. ( Credits: AI Generated )

શિયાળાની ઋતુમાં બાઇક માટે યોગ્ય એન્જિન ઓઇલ પસંદ કરવું અત્યંત જરૂરી બની જાય છે. વધારે જાડું ઓઇલ ઠંડીમાં એન્જિન પર વધારાનું દબાણ ઊભું કરે છે, જેના કારણે બાઇક ચાલતી વખતે અટકવાની સમસ્યા ઊભી થઈ શકે છે. તેથી હંમેશા ઉત્પાદક દ્વારા સૂચવાયેલ એવું એન્જિન ઓઇલ વાપરવું જોઈએ, જે ઓછી તાપમાનમાં પણ સરળતાથી વહે. સમયસર ઓઇલ બદલવાથી એન્જિનની કામગીરી વધુ સારી બને છે, સ્ટાર્ટ થવામાં આવતી મુશ્કેલીઓ ઘટે છે અને બાઇકના માઇલેજમાં પણ સુધારો જોવા મળે છે. ( Credits: AI Generated )

શિયાળાની ઠંડીમાં બાઇક વારંવાર બંધ પડી જવાનું એક મુખ્ય કારણ કાર્બ્યુરેટર અથવા ફ્યુઅલ ઈન્જેક્શન સિસ્ટમમાં જમા થયેલી ગંદકી હોઈ શકે છે. જો લાંબા સમય સુધી બાઇકની યોગ્ય સર્વિસ ન કરવામાં આવે, તો ઇંધણની લાઇનોમાં કચરો એકત્રિત થાય છે, જેના કારણે એન્જિન સુધી જરૂરી માત્રામાં ફ્યુઅલ પહોંચી શકતું નથી. તેથી હંમેશા વિશ્વસનીય પેટ્રોલ પંપ પરથી ઇંધણ ભરાવવું અને બાઇકની નિયમિત સર્વિસ કરાવવી અત્યંત જરૂરી છે. આ પગલાં અપનાવવાથી શિયાળામાં પણ તમારી સવારી સરળ અને નિર્વિઘ્ન રહેશે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )
ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં જુગાડ કે કોઈ ટ્રિક કામ આવતી હોય છે. જેમાં કામ સરળતાથી અને ઝડપથી થઈ જતું હોય છે. આવી જ ટિપ્સ અને ટ્રિક્સની સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.
