સાઉદી અરેબિયા બાદ હવે યુએઈમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. ગઈકાલથી સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે.
19 ડિસેમ્બરના મહત્વના સમાચાર : જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ-3ના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા
Gujarat Live Updates : આજે 19 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Gujarat Live Updates : આજે 19 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ-3ના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા
સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ-3ના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે આની સાથેસાથે આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત એસીબી દ્વારા રૂપિયા 20,000 ની લાંચ લેતા ત્રણેયને ઝડપી પાડ્યા છે. જિલ્લા સેવાસદન 2 માં આવેલ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર ઘૂઘાભાઈ દુલાભાઈ ગોહિલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ વારીસ અહમદ શેખ, આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ મુકેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે.
ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી. જે નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવાની કાર્યવાહીના અવેજ પેટે ₹25,000 ની લાંચ માંગી હતી. રકઝક ના અંતે 20,000 ની લાંચ આપવા નક્કી થયું હતું. ફરિયાદીએ સુરત એસીબી નો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકાનું આયોજન કરાયું હતું. ઓડિટર દ્વારા ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળવા જણાવ્યું હતું. ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટએ ટેલીફોનિક વાતચીત કરી કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ આપવા જણાવ્યું હતું. જે લાંચ લેતા એસીબીએ કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડ્યો. વધુ કાર્યવાહી સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.
-
જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવાની ઉગ્ર માંગ
જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવાની ઉગ્ર માંગ છે, જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં મકાન વેચાણને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. દાસારામ સોસાયટીમાં મુસ્લિમ સમુદાય દ્વારા મકાનની ખરીદી અટકાવવા અને તાત્કાલિક ‘અશાંત ધારો’ લાગુ કરવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. અન્ય ધર્મના લોકોના આવવાથી તેમની ધાર્મિક પરંપરાઓ અને તહેવારોની ઉજવણીમાં અવરોધ ઊભો થઈ શકે છે. જો અશાંત ધારો લાગુ નહીં કરાય, તો હિન્દુ પરિવારોએ અહીંથી પલાયન કરવું પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
-
-
આણંદના તારાપુરના રિંઝામાં રૂપિયા 110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે, રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારીના લોકોને મળશે રાહત
તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકોએ સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં સામે કાંઠે જઈ શકાતું ન હોવાની તથા સંપર્ક વિહોણા થઈ જતા હોવાની રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરી હતી. આ રજૂઆતનો સંવેદના પૂર્ણ પ્રતિસાદ આપતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ટુ લેન બ્રિજ સહિત પથ રેખા પર 4 કિ.મી.નો નવો રસ્તો બનાવવા જમીન સંપાદન, બાંધકામ પૂર્વે હાઈડ્રોલિક સર્વે, સોઈલ ઈન્વેસ્ટિગેશન અને આલેખન જેવી બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ સહિતના સંભવિત ખર્ચ માટે સમગ્રતયા 110 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે.
-
સાસણ પાસેના ગેટ વે રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં પ્રવાસી કિશોરનું ડૂબવાથી મોત
ગીર સોમનાથના સાસણ ગીર પાસે આવેલ ખાનગી હોટેલના સ્વિમિંગ પૂલમાં કિશોર ડૂબ્યો હોવાનો બનાવ બન્યો છે. 13 વર્ષના પ્રવાસી કિશોરનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મોત થયું છે. કિશોર રાજકોટનો રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે. ડેથબોડીને તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે. સાસણગીર નજીક ધ ગેટ વે નામના રિસોર્ટમાં બની ઘટના.
-
અમદાવાદના દરિયાપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 21 જુગારીઓને પકડ્યા
અમદાવાદના દરિયાપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા છે. દરિયાપુર વિસ્તારમાં જુગાર રમતા આરોપીઓની ધરપકડ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડામાં 21 આરોપીઓને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. 3 લાખ થી વધુની રોકડ સહિત 7.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હતો. આરોપી મુહમ્મદ હનીફ શેખ ફરાર થઈ ગયો છે.
-
-
ડાંગના સુબિરમાં ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત-કાર્યકરો
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં ભાજપને ઝટકો પડ્યો છે. સુબિર તાલુકામાંથી 30 જેટલા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પાર્ટીને રામ રામ કર્યા છે. અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેશ પહેરી કરી ઘર વાપસી કરી હતી. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની આગેવાનીમાં ભાજપ છોડીને કોગ્રેસ પાર્ટીમાં કરી ઘર વાપસી, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ડાંગ ભાજપને મોટો ઝટકો પડ્યો હોવાનું કોંગ્રેસનું કહેવું છે.
-
અમદાવાદના ખાડિયામાં સરાજાહેર ભાજપના કાર્યકરને રહેંસી નાખનાર મોન્ટુ નામદાર ઉપરાંત 3ને આજીવન કેદની સજા
અમદાવાદના ખાડિયામાં સરાજાહેર ભાજપના કાર્યકરની કરપીણ હત્યા કરનાર ખૂંખાર મોન્ટુ નામદારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2022માં ખાડિયા વોર્ડમાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. હત્યા કેસમાં મોન્ટુ નામદાર દોષિત જાહેર થયો હતો. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફટકારી સજા. 4 દોષિતને આજીવન કેદ ની સજા ફટકારવામાં આવી છે. મોન્ટુ નામદાર, વિશ્વ રામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા
-
નવસારી: વીરાવળ ગામે જમીન સંપાદન મુદ્દે પારસીઓનો વિરોધ
નવસારીના વીરાવળ ગામે જમીન સંપાદન મુદ્દે પારસી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભૂંગરવાડી નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા, 500 વર્ષ જૂની પવિત્ર સ્મશાન ભૂમિની જમીન પણ તેમાં સામેલ થતી હોવાના કારણે પારસીઓમાં રોષ ફેલાયો છે. પારસી સમાજનો આક્ષેપ છે કે અગાઉ તેઓ સ્વેચ્છાએ જમીન આપી ચૂક્યા છે, છતાં હવે વધુ જમીન માગવામાં આવી રહી છે. પવિત્ર સ્મશાનની જમીન સંપાદિત ન કરવામાં આવે તેવી માગ સાથે પારસી સમાજ દ્વારા સંબંધિત સત્તાધીશો પાસે અરજી કરવામાં આવી છે.
-
જામનગરઃ કન્સ્ટ્રક્શનમાં નિયમભંગ સામે મનપાની લાલ આંખ
જામનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમભંગ સામે મનપાએ લાલ આંખ બતાવી છે. પ્રદૂષણ અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરની 54 કન્સ્ટ્રક્શન સાઇટને નિયમભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રીન નેટ ન લગાવવી, પાણી છંટકાવ ન કરવો અને ધૂળ નિયંત્રણના નિયમોનું પાલન ન કરવાના કારણે દરેક સાઇટના સંચાલકો પાસેથી રૂ. 10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. મનપાની આ કાર્યવાહી બાદ અનેક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
-
રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને નોટિસ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા વિસ્તારમાં આવેલા લગભગ 900 મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં મોટી કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે 10 ટીમો દ્વારા નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકાન માલિકોને 29 થી 31 ડિસેમ્બર દરમિયાન બાંધકામ સંબંધિત પુરાવા રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
-
સુરતઃ સાતમા ધોરણની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
સુરતમાં સાતમા ધોરણની એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 12 વર્ષીય વૈદિકા નામની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મોટી દીકરીના અચાનક આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને માતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં પાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આપઘાતના કારણો જાણવા તપાસ શરૂ કરી છે.
-
મોરબીમાં સતત બીજા દિવસે પણ દબાણો પર ફરી વળ્યું બુલડોઝર
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી યથાવત ચાલુ રાખવામાં આવી છે. સતત બીજા દિવસે પણ મોરબી મનપા દ્વારા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મનપાએ અંદાજે 30 કાચા તથા પાકા મકાનો જમીનદોસ્ત કર્યા છે. મનપા અધિકારીઓએ જણાવ્યું છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આગામી સમયમાં પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત ચાલુ રહેશે.
-
2 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાક પછી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા મુજબ 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જો કે આગામી 48 કલાક સુધી વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.
-
વડોદરા: કંપનીમાં કામગીરી દરમિયાન કામદારના મોત બાદ વિરોધ
વડોદરાના વાઘોડિયા GIDCમાં આવેલી મંગલમ સ્ટીલ કાસ્ટિંગ કંપનીમાં કામ દરમિયાન એક કામદારનું મોત થતાં ભારે વિરોધ જોવા મળ્યો છે. કામ દરમિયાન ક્રેનનો એક ભાગ અચાનક પડી જતાં કામદારનો પગ કપાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ઘટનાના પગલે મૃતક કામદારના પરિવારજનો સાથે ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે ધરણાં પ્રદર્શન શરૂ કર્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા ઘટના અંગે કોઈ જાણ કરવામાં આવી નહોતી તેમજ ઇજાગ્રસ્ત કામદારને સમયસર હોસ્પિટલ લઈ જવામાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી. યોગ્ય વળતર અને ન્યાયની માગ સાથે ગ્રામજનો દ્વારા કંપનીની બહાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
-
અમદાવાદઃ સ્વેટર મામલે ખાનગી શાળાઓ સામે NSUIનો વિરોધ
અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી શાળાઓ સામે NSUIનો વિરોધ નોંધાયો છે. શાળાઓ પર આરોપ છે કે તે ચોક્કસ બ્રાન્ડના સ્વેટર જ વિદ્યાર્થીઓને પહેરાવવાની આગ્રહ કરી રહી છે. NSUIના કાર્યકરો દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આક્ષેપ છે કે શાળાઓ ચોક્કસ જગ્યાએથી જ સ્વેટર ખરીદવાની ફરજ મૂકતી હતી, અને અનેક રજૂઆતો છતાં શિક્ષણ તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
-
આણંદ: લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી તબીબો બેફામ
આણંદમાં આરોગ્ય સાથે છેડછાડ કરતા નકલી તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગામડી ગામેથી 5 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ અને ઈસ્માઈલ નગરમાં 3 વર્ષથી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો અન્ય તબીબ ઝડપાયા છે. બંને આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના હતા અને ડિગ્રી વગર જ ડૉક્ટરની પ્રેક્ટિસ ચલાવતા હતા. LCBએ બે દિવસમાં આ બે ઝોલાછાપ તબીબોને પકડ્યા અને આરોગ્ય અધિકારીની સહાયથી તપાસ દરમિયાન તેમના નકલી તબીબી પ્રવૃત્તિનો ભાંડો ફૂટ્યો. બંને તબીબો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
-
રાજકોટ: પાળ ગામની કિંમતી જમીનમાં ભૂમાફિયા બેફામ
રાજકોટના પાલ ગામમાં ભૂમાફિયાઓએ બેફામ હરકતો કરી હતી. સર્વે નંબર 1002 પર અમિષ રામાણી નામના વ્યક્તિની કિંમતી જમીનમાં ગેરકાયદેસર કબ્જાનો પ્રયાસ થયો હતો. ઘટનામાં જમીનમાં ઘુસી એક વ્યક્તિને માર મારીને ઇજા પહોંચાડવામાં આવી હતી. હુમલાખોરોએ CCTV કેમેરા તોડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા લોધિકા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
-
પંચમહાલઃ હાલોલમાં અસામાજિક તત્વો બેફામ
પંચમહાલના હાલોલમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં 11માં ધોરણના વિદ્યાર્થી પર અસામાજિક તત્વોએ જાહેરમાં જીવલેણ હુમલો કર્યો. સ્કૂલના ઝઘડામાં ST ડેપોમાં વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘાયલ વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ આવ્યા બાદ તરત જ નજીકની હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાની જાણ થતા વિદ્યાર્થીઓના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ શરૂ કરી દીધી છે.
-
દિલ્હી: સરકાર શાળાઓમાં 10,000 એર પ્યુરિફાયર સ્થાપિત કરશે
દિલ્હી સરકારના મંત્રી આશિષ સૂદે જણાવ્યું હતું કે સરકાર શાળાઓમાં 10,000 એર પ્યુરિફાયર સ્થાપિત કરશે. આગામી તબક્કામાં, બધી સરકારી શાળાઓના વર્ગખંડોમાં એર પ્યુરિફાયર સ્થાપિત કરવામાં આવશે.
-
રાજકોટ: બુટલેગરના વધુ એક કિમીયાનો પર્દાફાશ
અમદાવાદમાં BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન ન હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 7થી વધુ પ્રાયમરી સ્કૂલોને સીલ કરવામાં આવી છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. AMC દ્વારા સ્કૂલ સંચાલકોને તાકીદે BU પરમિશન મેળવી લેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
-
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
-
રાજકોટઃ શહેરના માવડી રોડ પર અકસ્માત
રાજકોટઃ શહેરના માવડી રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની સામે અચાનક બાઈક આવી જતા અકસ્માત થયો હતો. જો કે બાઈકચાલકનો આબાદ બચાવ થયો છે.
-
ગુજરાતમાં મતદાર સુધારણા અભિયાન આટોપી લેવાયુ
-
સાઉદી અરેબિયા બાદ UAEમાં ભારે વરસાદ
-
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે છેલ્લી T20 મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ અમદાવાદમાં રમાશે.
Published On - Dec 19,2025 7:35 AM
બાજરીમાંથી બનાવો આ 5 વસ્તુઓ, જે સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ સારી
Health : શિયાળામાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા આ વસ્તુઓ ખાઓ
મેકઅપ વગર જાહ્નવી આવી દેખાય છે, શેર કર્યો Photo
બંધ ગળામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપચાર
શિયાળામાં વાળ ખરવાનું પ્રમાણ કેમ વધે છે? જાણો તેને કેવી રીતે અટકાવી શકાય
રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર