AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લિયોનેલ મેસ્સીએ રાધિકા અને અનંત અંબાણી સાથે આરતી કરી, હાથીના બચ્ચા સાથે વનતારામાં ફૂટબોલ રમ્યો, જુઓ Photos

વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ અનંત અંબાણીના વનતારા વન્યજીવન સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે રાધિકા અંબાણી સાથે આરતી કરી અને ‘માનિકલાલ’ હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યા.

| Updated on: Dec 19, 2025 | 9:50 PM
Share
વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ ભારતની મુલાકાત દરમિયાન અનંત અંબાણીના વન્યજીવન બચાવ અને સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ની મુલાકાત લીધી હતી. આ ખાસ પ્રસંગના ફોટોગ્રાફ્સ બુધવારે રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. વનતારામાં મેસ્સીએ અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા અંબાણી સાથે આરતી કરી હતી અને દેવતાની મૂર્તિ સમક્ષ પ્રણામ કર્યા હતા.

1 / 7
આ મુલાકાત દરમિયાન મેસ્સીએ એલિફન્ટ કેર સેન્ટરમાં બે વર્ષ પહેલા બીમાર હાલતમાં બચાવેલા હાથીના બચ્ચા ‘માનિકલાલ’ સાથે ફૂટબોલ રમ્યો હતો. અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ એક સિંહના બચ્ચાનું નામ પણ લિયોનેલ રાખ્યું છે. આ પ્રસંગે મેસ્સીના ક્લબ ફૂટબોલ ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર રહ્યા હતા.

2 / 7
રિલાયન્સના જામનગર રિફાઇનરી સંકુલમાં આવેલું વનતારા આશરે 3,000 એકર વિસ્તારની ગ્રીનબેલ્ટમાં ફેલાયેલું છે. વનતારા દેશનું પ્રથમ અને સૌથી મોટું પ્રાણી-મૈત્રીપૂર્ણ વન્યજીવન પ્રોજેક્ટ છે. સમગ્ર વિસ્તારને ઘન જંગલ જેવો વિકસાવવામાં આવ્યો છે, જ્યાં પ્રાણીઓ માટે કુદરતી અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ છે.

3 / 7
વનતારામાં હાલમાં 43 પ્રજાતિના 2,000થી વધુ પ્રાણીઓ રહે છે. અહીં અંદાજે 200 હાથી, 300થી વધુ ચિત્તા તેમજ વાઘ, સિંહ, જગુઆર અને હરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગર, સાપ અને કાચબા સહિત 1,200થી વધુ સરિસૃપ પણ અહીં સંરક્ષિત છે. પ્રાણીઓની સંભાળ માટે લગભગ 2,100 લોકોનો પ્રશિક્ષિત સ્ટાફ કાર્યરત છે.

4 / 7
અહીં એક અદ્યતન હાઇ-ટેક પ્રાણી અને પક્ષી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે, જે આશરે 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. 650 એકરમાં પુનર્વસન કેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં એક્સ-રે મશીનો, લેસર ટેક્નોલોજી, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

5 / 7
આ મુલાકાત દરમિયાન અનંત અંબાણીએ લિયોનેલ મેસ્સીને અંદાજે ₹10 કરોડ (લગભગ 10 મિલિયન ડોલર) કિંમતની અત્યંત ખાસ ઘડિયાળ ભેટમાં આપી હતી. આ ઘડિયાળ રિચાર્ડ મિલે RM 003-V2 GMT ટુરબિલન ‘એશિયા એડિશન’ છે, જેના વિશ્વભરમાં માત્ર 12 યુનિટ્સ જ બનાવવામાં આવ્યા છે.

6 / 7
તે જ સમયે, અનંત અંબાણી પોતે રિચાર્ડ મિલે RM 056 સેફાયર ટુરબિલન ઘડિયાળ પહેરેલા જોવા મળ્યા હતા, જેની અંદાજિત કિંમત લગભગ ₹45.5 કરોડ હોવાનું કહેવાય છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">