ઘરે તમારા Pet Dog ને એકલું મૂકવાના છો, તો જાણી લો કેવી તૈયારી કરવી જરૂરી
ઘરની બહાર નીકળતા પહેલા તમારા શ્વાનની યોગ્ય સંભાળ જરૂરી છે. જેમાં ખાસ કરીણે તમારું Pet Dog જ્યારે આખો દિવસ ઘરમાં રેવાનું હોય ત્યારે કાળજી લેવી જરૂરી છે.

ઘરની બહાર નીકળતા પહેલા તમારા શ્વાનને મોર્નિંગ વોક પર લઈ જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. થોડી દોડધામ, પોટી બ્રેક માટે પૂરતો સમય અને થોડો રમવાનો સમય તમારા શ્વાનને શાંત અને હળવો રાખે છે. વોક બાદ તેને ભરપૂર ભોજન આપવું જરૂરી છે, જેથી તે સંતોષ અનુભવે અને દિવસ દરમિયાન બેચેની ન અનુભવે.

ઘર બંધ કરતા પહેલા, તમારા શ્વાન માટે પૂરતું તાજું અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ હોવાની ખાતરી કરો. એકના બદલે બે પાણીના બાઉલ રાખવા શ્રેષ્ઠ રહે છે, જેથી જો એક બાઉલ છલકાઈ જાય તો બીજું તરત ઉપયોગમાં લઈ શકાય. પાણીના બાઉલને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ.

આખો દિવસ કંટાળો ન આવે તે માટે, તમારા શ્વાનના મનપસંદ રમકડાં ઘરમાં રાખો. ચાવી શકાય તેવા રમકડાં અથવા રબરના બોલ તેને વ્યસ્ત રાખે છે અને ઘરની વસ્તુઓને નુકસાન થતું અટકાવે છે. સાથે જ, તેના પલંગ પાસે તમારી સુગંધવાળું જૂનું ટી-શર્ટ અથવા કાપડ મૂકવાથી તેને સુરક્ષા અને પોતાપણાની લાગણી મળે છે.

તમારા શ્વાન માટે આરામદાયક પલંગ શાંત અને સલામત જગ્યાએ મૂકો. રૂમમાં સારી હવાની અવરજવર હોવી જોઈએ અને ગરમીથી બચાવવા માટે પંખો ચાલતો હોવો જરૂરી છે. કેટલાક શ્વાનોને નરમ અવાજ ગમતો હોય છે, તેથી ઓછી અવાજે ટીવી અથવા નરમ સંગીત ચાલુ રાખી શકાય છે.

ઘરની બહાર નીકળતી વખતે ખાતરી કરો કે બાલ્કની, રસોડું અને બાથરૂમ બંધ છે. કોઈપણ ઇલેક્ટ્રિકલ વાયર, ઝેરી પદાર્થો અથવા ખતરનાક વસ્તુઓ શ્વાનની પહોંચમાં ન હોવી જોઈએ. શક્ય હોય તો, કોઈ પાડોશી અથવા સંબંધીને સમયાંતરે આવીને શ્વાનની તપાસ કરવા વિનંતી કરો.

જો તમારો શ્વાન પહેલી વાર એકલો રહેતો હોય, તો બહાર નીકળતી વખતે ખૂબ ભાવુક વર્તન ન કરો. સામાન્ય રીતે બહાર નીકળો જેથી તેને આ સ્થિતિ સામાન્ય લાગે. યોગ્ય તૈયારી અને કાળજી સાથે, તમારા શ્વાનને એક દિવસ માટે ઘરે સુરક્ષિત રીતે એકલો રાખવું સંપૂર્ણપણે શક્ય છે.
શિયાળામાં તમારા Pet Dog ને ઠંડીથી બચાવવા અપનાવો આ 7 ટિપ્સ, નહીં પડે બીમાર, જાણવા માટે અહીં ક્લિક કરો..
