અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન વગર ચાલી રહેલી પ્રાયમરી શાળાઓ સામે કડક પગલાં લીધાં છે. શહેરમાં 7થી વધુ પ્રાયમરી સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે. AMC દ્વારા શાળાઓને તાત્કાલિક BU પરમિશન મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. શાળાઓ સીલ થતાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સંબંધિત સંસ્થાઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ રાખ્યું છે. બીજી તરફ, BU પરમિશન ન લેવાય તો શાળાની માન્યતા રદ કરવાની ચીમકી DEO તરફથી આપવામાં આવી છે. સીલ કરાયેલી શાળાઓમાં બ્રાઈટન પબ્લિક સ્કૂલ (સરખેજ), ફારૂકે આઝમ પ્રાયમરી સ્કૂલ (જુહાપુરા), ધ ન્યૂ એજ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), કુવૈસ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), ક્લાસિક પ્રાયમરી સ્કૂલ (જુહાપુરા), નેશનલ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), ગુલશન એ મહેર સ્કૂલ (સરખેજ) અને ફોર્ચ્યુન સ્કૂલ (મકરબા)નો સમાવેશ થાય છે.