હવે ST બસના મુસાફરો પણ ફ્લાઈટની જેમ પોતાની સીટ પર મગાવી શકશે ભોજન, ST દ્વારા શરૂ કરાશે ‘ફૂડ ઑન બસ’ સેવા
GSRTC તેમના મુસાફરોને ફ્લાઈટ જેવી સુવિધા આપવા વિચારણા કરી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) મુસાફરોને પ્લેન જેવી સુવિધા આપવા માટે તૈયારી કરી રહ્યુ છે. મુસાફરો પોતાની બસમાં પોતીની સીટ પર ફુડ પેકેટ મગાવી શકે તે માટે ST દ્વારા FOOD ON BUS સેવા પુરી પાડવા વિચારણા ચાલી રહી છે.
GSRTC તેમના મુસાફરોને ફ્લાઈટ જેવી સુવિધા આપવા વિચારણા કરી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) મુસાફરોને પ્લેન જેવી સુવિધા આપવા માટે તૈયારી કરી રહ્યુ છે. મુસાફરો પોતાની બસમાં પોતીની સીટ પર ફુડ પેકેટ મગાવી શકે તે માટે ST દ્વારા FOOD ON BUS સેવા પુરી પાડવા વિચારણા ચાલી રહી છે.
પ્રાથમિક ધોરણે અમદાવાદમાં શરૂ કરાશે “FOOD ON BUS” સેવા
હવે ST બસમાં મુસાફરી કરનારા મુસાફરોને પણ પ્લેન જેવી સુવિધા આપવા માટે GSRTC વિચારી રહ્યુ છે. મુસાફરોને તેમની સીટ પર જ ફુડ પેકેટ મળી રહે તે માટે ST દ્વારા FOOD ON BUSની સેવા પુરી પાડવા માટે વિચારણા ચાલી રહી છે. સૌપ્રથમ પ્રાયમરી તબક્કે આ સેવા અમદાવાદમાં શરૂ કરાશે. એક્સપ્રેસ બસમાં સુવિધા માટે એજન્સીની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બસ ટિકિટની સાથે અગાઉથી જ ફુડ પેકેટ મુસાફરોએ બુક કરવાનુ રહેશે.
મુસાફરો બસમાં પોતાની સીટ પર મંગાવી શકશે ફૂડ પેકેટ
ST દ્વારા ‘FOOD ON BUS’ સેવા શરૂ કરવા માટે પ્રાથમિક સ્તરે અમદાવાદ શહેરને પસંદ કરવામાં આવ્યું છે. અમદાવાદથી નીકળતી એક્સપ્રેસ અને લાંબા રૂટની બસોમાં આ સેવા શરૂ કરવામાં આવશે. જો પ્રયોગ સફળ રહેશે, તો આ સુવિધા તબક્કાવાર સમગ્ર રાજ્યમાં શરૂ કરાશે. GSRTCના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાસ દ્વારા મુસાફરી કરનારા મુસાફરો, તેમજ ઘરેથી જે મુસાફર જમ્યા વિના કે નાસ્તો કર્યા વિના આવતા હોય, તેમના માટે ત્રણેય પ્રકારના ફુડની સેવા આપવાનું નિગમ વિચારી રહ્યુ છે. જેમા તેમને સવારના બ્રેક ફાસ્ટમાં પણ મલ્ટીપલ મેનુ મળી રહે, તેમજ બપોરે લંચમાં અલગ અલગ પ્રકારનું મેનુ મળે અને સાંજના ડીનર માટે પણ અલગ પેક્ડ ફુડની ટેન્ડર પ્રક્રિયા કરવાનું વિચારવામાં આવી રહ્યુ છે. જેમા મુસાફરોને સાત્વીક અને વાજબી ભાવે ફુડ મળી રહે તે પ્રથમ પ્રાથમિક્તા રહેશે.
ST દ્વારા “FOOD ON BUS” સેવા પૂરી પાડવા વિચારણા
GSRTCના આ નિર્ણયથી ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરનાર મુસાફરોને મોટો ફાયદો થશે. જેમા રાત્રે મુસાફરી કરનારા, એક્સપ્રેસ બસ અને ઈન્ટરસિટી રૂટ પર જતા મુસાફરોને જમવાની સમસ્યા હંમેશા રહેતી હોય છે ત્યારે જો બસમાં જ ગુણવત્તાયુક્ત ફુડ મળી રહેશે તો મુસાફરો વધુ આરામથી અને નિશ્ચિતતાથી મુસાફરી કરી શકશે. સાથે સાથે તેમનો સમય પણ બચશે. જો એસટી દ્વારા આ પ્રકારની ફુડ ઓન બસની સેવા શરૂ થશે તો મુસાફરો માટે બસનો પ્રવાસ વધુ આરામદાયક બનશે.
Input Credit- Ronak Varma – Ahmedabad