ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના, જુઓ VIDEO
અમદાવાદના સરખેજ વિસ્તારમાં બિલ્ડરના બંગલામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ઘરઘાટી રાહુલ જ આ લૂંટનો મુખ્ય સૂત્રધાર હતો. તેણે પૈસાની લાલચમાં પોતાના સાળા રાકેશ અને અન્ય ત્રણ મિત્રોને ટીપ આપી હતી. લૂંટારુઓએ બિલ્ડરને બંધક બનાવી ₹1.25 લાખ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. પોલીસે રાહુલની ધરપકડ કરી, અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
કહેવાઈ છે કે ‘ઘર ફૂટે ઘર જાય’ તેવી કહેવતો સાચી પડી રહેલી જણાય છે, આવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડરને ત્યાં થયેલી લૂંટમાં ઘરઘાટીએ જ લૂંટની ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી ઘરઘાટી ધરપકડ કરી છે જ્યારે બીજા ચાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સિંધુભવન રોડ પર આવેલા બંગલામાં બિલ્ડર અને તેમનો પરિવાર રાતે સૂઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરમાં ચાર બુકાનીધારી લૂંટારુઓ ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ બિલ્ડરના ગળે છરી મૂકીને ધમકાવીને લૂંટ ચલાવ્યા બાદ મૂઢમાર માર્યો હતો.આરોપીઓએ ઘરમાંથી 1.25 લાખની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ લૂંટનો મુખ્ય સૂત્રધાર બીજું કોઈ નહીં પણ ફરિયાદીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો શખ્સ જ છે
આરોપી રાહુલ છેલ્લા 6 વર્ષથી અમદાવાદમાં રહે છે. અને અલગ અલગ જગ્યાએ ઘરઘાટીનું કામ કરતો હતો..છેલ્લા 4 મહિનાથી સિંધુભવન રોડ પર આવેલા બિલ્ડરના મકાનમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો.રાહુલે રૂપિયાની લાલચમાં આવી પોતાના સાળા રાકેશ અને અન્ય 3 મિત્રોને લૂંટ કરવા માટે ટીપ્સ આપી બોલાવ્યા હતા.. લૂંટના આગલા દિવસે એટલે કે 13 ડિસેમ્બરે રાહુલ પત્ની સાથે ખરીદી કરવા જવાનું બહાનું કાઢી ઘર છોડી ગયો હતો, જેથી તેના પર શંકા ન જાય અને ત્યાર બાદ પાછળથી આરોપીઓએ લૂંટ કરી હતી
