AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એશિયન ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ઓલિમ્પિક શૂટર રણધીર સિંહનું નિધન

Randhir Singh Dies : 5 વખતના ઓલમ્પિયન અને એશિયન ગેમ્સમાં ભારત માટે શૂટિંગમાં પહેલો ગોલ્ડ મેડલ જીતનાર રણધીર સિંહનું નિધન થયું છે. તેના નિધનથી રમતગમત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

Breaking News : એશિયન ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ઓલિમ્પિક શૂટર રણધીર સિંહનું નિધન
| Updated on: May 27, 2026 | 2:29 PM
Share

ભારતીય દિગ્ગજ શૂટર અને 5 વખતની ઓલમ્પિયન રહેલા રણધીર સિંહનું નિધન થયું છે. તેમણે 79 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કીધું છે. રણધીર સિંહને તેના શાનદાર યોગદાન બદલ અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમણે રમતગમતમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, ભારતીય અને એશિયન રમતગમત સંગઠનોમાં અનેક વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા હતા. 1987 થી 2012 સુધી ઈન્ડિયન ઓલિમ્પિક એસોશિએશનના સેક્રેટરી જનરલ રહ્યા હતા. જ્યારે 2001 થી 2014 વચ્ચે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીના સભ્ય પણ રહ્યા હતા.

એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ

પંજાબના પટિયાલાના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવનાર રાજા રણધીર સિંહે પોતાના કરિયરમાં અનેક મોટી ભૂમિકા મેળવી છે. રણધીર સિંહ 1978ના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય શૂટર બન્યો હતો. રણધીર સિંહ 1978ના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારો પહેલો ભારતીય શૂટર બન્યો હતો. જ્યારે તેમણે ટ્રપ ઈવેન્ટમાં પહેલું સ્થાન મેળવ્યું હતુ. રણધીર સિંહનું નામ ભારતના દિગ્ગજ નિશાનેબાજમાં ગણવામાં આવે છે. તેમણે 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તેમજ 1978 બેંકોક એશિયન ગેમ્સમાં ટ્રૈપ સ્પર્ધામાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતુ.

રમતગમત વહીવટમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

રણધીર સિંહે પોતાના રમતગમત કરિયર દરમિયાન રમત પ્રશાસનમાં પગ રાખ્યો હતો. 1994માં એશિયન ગેમ્સમાં તે એવો પહેલો વ્યક્તિ બન્યો હતો. જેમણે એક સાથે ખેલાડી અને રમત સંગઠનના પદાધિકારીના રુપમાં ભાગ લીધો હતો. તે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ઉપાધ્યક્ષ રહ્યા હતા. સપ્ટેમ્બર 2024માં દિલ્હીમાં આયોજિત ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની 44મી એસેમ્બલીમાં તે ઓસીએના અધ્યક્ષ તરીકે પસંદ થનારા પહેલા ભારતીય બન્યા હતા.તેમને 2028 સુધી 4 વર્ષના કાર્યકાળ માટે જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ખરાબ સ્વાસ્થના કારણે આ વર્ષની શરુઆતમાં તેમણે પદ છોડ્યો હતુ.

રમત જગતમાં શોકની લહેર

તેના પરિવારમાં પત્ની વિનીતા સિંહ અને 3 દીકરી મહિમા સુનૈના અને રાજેશ્વરી સામેલ છે. રાજેશ્વરી કુમારી પણ એશિયાઈ રમતમાં નિશાનેબાજમાં મેડલ વિજેતા છે.તેમણે તાજેતરમાં સ્વાસ્થ્ય કારણોસર ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના મૃત્યુથી ભારતીય રમત જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોડિયમમાં સ્થાન મેળવનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">