IPL 2021: ભારતમાં જ રમાશે આઇપીએલ, 5 થી 6 શહેરોમાં કરાશે આયોજન, ટુંક સમયમાં જાહેર કરાશે શિડ્યુલ

ઇંગ્લેંડ સિરીઝ ના તુરંત બાદ ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) નુ આયોજન ભારતમાં જ પાંચ થી છ શહેરોમાં કરવમાં આવી શકે છે. કોરોનાને લઇને આઇપીએલની 13 મી સિઝનનુ આયોજન પાછલા વર્ષે 19 સપ્ટેમ્બર થી 10 નવેમ્બર સુધી સંયુક્ત આરબ અમિરાત (UAE) માં કરવામાં આવ્યુ હતુ.

IPL 2021: ભારતમાં જ રમાશે આઇપીએલ, 5 થી 6 શહેરોમાં કરાશે આયોજન, ટુંક સમયમાં જાહેર કરાશે શિડ્યુલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 26, 2021 | 3:05 PM

ઇંગ્લેંડ સિરીઝના તુરંત બાદ ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) નુ આયોજન ભારતમાં જ પાંચ થી છ શહેરોમાં કરવમાં આવી શકે છે. કોરોનાને લઇને આઇપીએલની 13 મી સિઝનનુ આયોજન પાછલા વર્ષે 19 સપ્ટેમ્બર થી 10 નવેમ્બર સુધી સંયુક્ત આરબ અમિરાત (UAE) માં કરવામાં આવ્યુ હતુ. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આ વખતે નક્કિ કર્યુ છે કે, દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગનુ આયોજન ભારતમાં જ કરવામાં આવશે.

બીસીસીઆઇ ના એક પદાધીકારીએ કહ્યુ હતુ કે, પહેલા અમે લોકો ચર્ચા કરી રહ્યા હતા કે, એક શહેરમાં લીગ મેચો રમાડવામાં આવે, બીજા શહેરમાં નોકઆઉટ મેચો રમાડવામાં આવે. એવામાં અમે ફક્ત એક જ બાયો-બબલમાં જ પુરી ટુર્નામેન્ટ રમી લેતા. પરંતુ હવે એ નક્કિ કરાવામાં આવ્યુ છે કે, 11 એપ્રિલ થી શરુ થનારી આ ટુર્નામેટ પાંચ છ શહેરોમાં આયોજીત કરવામાં આવશે. જેના માટે પાંચ થી છ બાયો-બબલ બનાવવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, જલ્દી થી કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સના સહમાલિક પાર્થ જિંદાલએ કહ્યુ હતુ કે, એમ લાગી રહ્યુ છે. કે, લીગ મેચ મુંબઇમાં અને નોક આઉટ મેચ અમદાવાદમાં રમાશે. મુંબઇના વાનખેડે ઉપરાંત બ્રેબોર્ન અને ડીવાય પાટિલ સ્ટેડિયમ પણ છે. પદાધીકારીએ કહ્યુ હતુ કે, પહેલા અમે લોકો એમ વિચારી રહ્યા હતા, પરંતુ કોરોના ની સ્થિતી શહેરે શહેરે બદલાઇ રહી છએ. મુંબઇમાં અમે તમામ મેચોની યોજના બનાવી લીધી હતી, પરંતુ જો ત્યાં લોકડાઉન જેવી સ્થીતી આવી જશે તો બધુ જ ખરાબ થઇ જશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

2019માં આઇપીએલ નુ આયોજન ભારતના નવ શહેરોમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ, જયપુર, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, મોહાલી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થયો હતો. જેમાં આઠ ફ્રેન્ચાઇઝીઓના ઘરેલુ મેદાનમાં પણ મેચ નહી રમાય. પરંતુ અમે વધારેમાં વધારે સ્ટેડિયમમાં તેને આયોજીત કરવાનુ વિચાર રહ્યા છીએ.

તેમણે કહ્યુ હતુ કે, આયોજન સ્થળ પર હાલમાં ચર્ચા થઇ રહી છે. જેમાં ફેન્ચાઇઝીઓની સહમતિ લેવી જરુરી છે. મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ, બેંગ્લુરુ અને લખનૌના નામો પર ચર્ચા થઇ હતી. આ ઉપરાંત પણ અનેક શહેરોના નામ પર વાત થઇ છે. ખૂબ ઝડપથી આ અંગે નિર્ણય લેવામાં આવશે. આઇપીએલ ની 14મી સિઝન માટે ઓકશન યોજાઇ ચુક્યુ છે. જેમાં સૌથી મોંઘી બોલી સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસ પર લાગી છે. રાજસ્થાન ની ટીમ એ તેને ખરિદ કર્યો છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">