IPL 2026 Auction : શું કોઈ ખેલાડી ઓક્શનમાં વેચાયા પછી રમવાની ના પાડી શકે? નિયમો જાણો
IPL 2026ના ઓક્શનમાં આજે 369 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે. સીઝન શરૂ થાય તે પહેલાં તમામ 10 ટીમો પોતાની ટીમોને મજબૂત બનાવવા માટે ઓક્શનમાં ઉતરશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આઈપીએલમાં રમવું દરેક ક્રિકેટરનું સપનું હોય છે અને વિદેશી ખેલાડીઓ માટે કોઈ જેક્પોટથી ઓછું નથી. કારણ કે, તેના માટે સ્લૉટ ઓછા હોય છે. દરેક ખેલાડી ઈચ્છે કે, તેના પર બોલી મોટી લાગે. કેટલાક ખેલાડીઓની આ ઈચ્છા ઓક્શનમાં પુરી પણ થાય છે. પરંતુ કેટલીક વખત ઈન્ટરનેશનલ ડ્યુટી કે કોઈ અંગતકારણોસર ઓક્શનમાં વેચાયા બાદ પણ આઈપીએલ સીઝનમાંથી પોતાનું નામ પરત લેવું પડે છે
શું કોઈ વેચાયા પછી IPL છોડી શકે છે?
સરળ ભાષામાં કહીએ તો, જવાબ હા છે. ઓક્શનમાં વેચાયા પછી પણ ક્રિકેટરો સિઝનમાંથી ખસી શકે છે. જોકે, સિઝન શરૂ થાય તે પહેલાં ખેલાડીઓનું રજિસ્ટર, પસંદગી અને નામ પરત લેવાના વારંવારના કિસ્સાઓને કારણે, વિદેશી ખેલાડીઓ માટેના નિયમો હવે ઘણા કડક બની ગયા છે.
વિદેશી ખેલાડીઓ માટે કડક નિયમ
આઈપીએલમાં વિદેશી ખેલાડીઓ માટે એક નવો નિયમ સામે આવ્યો છે. જો કોઈ ખેલાડી ઓક્શનમાં ખરીદાયા પછી સીઝનમાંથી પોતાનું નામ પરત લે છે. તો તેના પર 2 વર્ષનો પ્રતિંબધ લાગશે.છૂટ ફક્ત ત્યારે જ મળશે જો ખેલાડીના ઘરના બોર્ડ દ્વારા તબીબી રીતે ચકાસાયેલ ઈજા અથવા સ્વાસ્થ્ય સ્થિતિ હોય. આ સિવાય જો વિદેશી ખેલાડીઓ મેગા ઓક્શનમાંથી દુર થાય છે. તો તેમણે આગામી મિની ઓક્શનમાં ભાગ લેવાથી રોકી શકાય છે.
ફેરફારો શા માટે જરૂરી હતા?
આ ફેરફાર ફ્રેન્ચાઇઝીઓના પ્રતિસાદ બાદ કરવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઇઝીઓને ખેલાડીઓ નામ પરત લેવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરના કિસ્સાઓમાં હેરી બ્રુકનો વ્યક્તિગત કારણોસર દિલ્હી કેપિટલ્સમાંથી ખસી જવાનો સમાવેશ થાય છે. તે સ્પષ્ટ છે કે ટીમો ઇચ્છતી નથી કે જે ખેલાડીને ખરીદવા માટે તેમણે ખૂબ મહેનત અને પૈસા ખર્ચ્યા છે તે સિઝન શરૂ થાય તે પહેલાં અચાનક અનુપલબ્ધ થઈ જાય. ટીમોની યોજનાઓમાં સુસંગતતા સુનિશ્ચિત કરવા અને વિદેશી ખેલાડીઓની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે આ નવો નિયમ રજૂ કરવામાં આવ્યો હતો.IPL 2026ના ઓક્શનમાં આજે 369 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે.
