CWG History: 28 જુલાઈથી શરૂ થશે કોમનવેલ્થ ગેમ્સનો રોમાંચક મુકાબલો, જાણો ખેલમહાકુંભનો ઈતિહાસ
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 500 થી વધુ મેડલ જીત્યા છે, આ વખતે ભારતના એથ્લેટ્સ બર્મિંગહામમાં ઉતરશે ત્યારે મેડલની સદી પૂર્ણ કરવા પર નજર રાખશે. પીવી સિંધુથી લઈને કુસ્તીબાજ બજરંગ પુનિયા સુધી મેડલની આશા છે. આવો જાણીએ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસ વિશે.
CWG History: કોમનવેલ્થ ગેમ્સ (Commomwealth Games 2022) 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે. તેની શરૂઆત 28 જુલાઈ 2022થી થાય છે અને 8 ઓગસ્ટ 2022 ના રોજ પુર્ણ થાય છે. આ સમગ્ર ટુર્નામેન્ટ ઈંગ્લેન્ડના બર્મિંગહામ શહેરમાં રમાશે.કોમનવેલ્થ ગેમ્સ (common wealthgames)ની શરૂઆત અંદાજે 88 વર્ષ પહેલા થઈ હતી. 1930માં પ્રથમ વખત આ ગેમ્સ કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાઈ હતી. દર 4 વર્ષે યોજાતી આ ગેમ્સના ટાઇટલ વિશે વાત કરીએ તો, 1930 થી અત્યાર સુધી આ ગેમ્સના નામ 4 વખત બદલવામાં આવ્યા છે. શરૂઆતમાં, આ રમતોને ‘બ્રિટિશ એમ્પાયર ગેમ્સ’ તરીકે ઓળખવામાં આવી હતી અને 1930 થી 1950 સુધી આ જ નામથી આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પછી આ ગેમ્સનું નામ બદલીને ‘બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ’ રાખવામાં આવ્યું. આ રમતો બ્રિટિશ સામ્રાજ્ય અને કોમનવેલ્થ નામથી 12 વર્ષ (1954 થી 1966) સુધી યોજાઈ હતી. 1970માં આ ગેમ્સની રજૂઆત પહેલાં, તેનું નામ ફરી એકવાર (ત્રીજી વખત) રાખવામાં આવ્યું અને આ વખતે તેનું નામ ‘બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ’ રાખવામાં આવ્યું. પછી આ રમતોનું નામ 1978 માં ચોથી વખત ફરીથી રાખવામાં આવ્યું અને આ વખતે તેને ‘કોમનવેલ્થ ગેમ્સ’ નામ મળ્યું.સમગ્ર બ્રિટિશ રાજમાં સદ્ભાવનાને પ્રોત્સાહન આપવા અને સારા સંબંધો જાળવવા માટે બ્રિટિશ રમતગમતના આયોજનનો વિચાર પ્રસ્તાવિત કરનાર એશ્લે કૂપર પ્રથમ વ્યક્તિ હતા.
ભારતે અત્યાર સુધી કુલ 503 મેડલ જીત્યા
શરૂઆતમાં આ રમતોના નામને કારણે, ઘણા દેશોએ તેમાં ભાગ લીધો ન હતો. પરંતુ 40 વર્ષ પહેલા જ્યારે આ ગેમ્સના નામ પર સહમતિ થઈ અને તેનું નામ ‘કોમનવેલ્થ ગેમ્સ’ રાખવામાં આવ્યું, ત્યાર બાદ તેમાં ભાગ લેનારા દેશોની સંખ્યા વધી ગઈ હતી.આ વખતે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સની 22મી Editionછે. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની વાત કરીએ તો, ભારતે અત્યાર સુધી યોજાયેલી 21 Editionમાંથી માત્ર 17માં જ ભાગ લીધો છે અને આ 92 વર્ષમાં કુલ 503 મેડલ જીત્યા છે. આ મેડલ્સમાં 181 ગોલ્ડ, 173 સિલ્વર અને 149 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી
19મી કોમનવેલ્થ ગેમ્સ નવી દિલ્હીમાં 3 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર 2010 દરમિયાન યોજાઈ હતી. આ પહેલીવાર હતું જ્યારે ભારતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. એશિયન ગેમ્સની શાનદાર ઘટનાના લગભગ ત્રણ દાયકા પછી ભારતે વર્ષ 1982માં આ સ્તરની વિશાળ રમતોત્સવનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધા દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં શરૂ થઈ હતી અને અહીં 14 ઓક્ટોબરે તેનો સમાપન સમારોહ યોજાયો હતો.
કોમનવેલ્થ ગેમ્સ રમત
વર્ષ 2022માં બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યાદીમાં કુલ 19 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં એક્વેટિક્સ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, બાઉલ્સ, બોક્સિંગ, ક્રિકેટ (મહિલા), સાયકલિંગ, જિમ્નેસ્ટિક્સ, જુડો, હોકી, નેટબોલ, રગ્બી સેવન્સ, સ્ક્વોશ, ટેબલ ટેનિસ, ટ્રાયથલોન, વેઈટલિફ્ટિંગ અને કુસ્તીનો સમાવેશ થાય છે.આ કોમનવેલ્થ ગેમ્સમાં જુડો અને ક્રિકેટનો પણ સમાવેષ કરવામાં આવ્યો છે,