આજનું હવામાન : અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી, જુઓ Video
ઓક્ટોબર બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠુ થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધ-ઘટ જોવા મળી શકે છે. તાપમાન અને વાતાવરણમાં વધુ ફેરફારની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તેજ પવનના કારણે વહેલી સવારે કાતિલ ઠંડીનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધુ છે.
તો બીજી તરફ ઓક્ટોબર બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠુ થઇ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠું થવાની શક્યતા છે. અંબાલાલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિત્વાહ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે.
ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઇ રહી છે. ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠુ થશે, રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ થાય તેવી શક્યતા છે.
રાજ્યના અનેક ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા છે. કોઈક કોઈક ભાગમાં તાપમાન 12 થી 13 ડિગ્રી થઈ શકે છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવી જ ઠંડી પડશે.

