AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Gamesમાં ગોલ્ડ જીતનાર બીજી ભારતીય મહિલા બોક્સર

એશિયન ગેમ્સ (Asian Games 2026)માં મહિલાઓની 75 કિગ્રા કેટેગરીમાં લવલીના બોર્ગોહેને (Lovlina Borgohain)ગોલ્ડ મેડલ જીત્યો. તેણીએ ફાઇનલમાં ચીનની બાઓ જીયેયીને 5-0થી હરાવી. આ જીત સાથે, લવલીના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા બોક્સર બની.

Breaking News : Asian Gamesમાં ગોલ્ડ જીતનાર બીજી ભારતીય મહિલા બોક્સર
Image Credit source: AI
| Updated on: Oct 02, 2026 | 10:52 AM
Share

બે મહિના પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં લોવલીનાનો દેખાવ ખરાબ રહ્યો હતો, જ્યાં તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા હતી પરંતુ તે સિલ્વર મેડલ જ મેળવી શકી. આનિષ્ફળતાને પાછળ છોડી દીધી અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે.મહત્વની વાત એ છે કે, લવલીના બોર્ગોહેનો આજે જન્મદિવસ છે.ભારતની દિગ્ગજ બોક્સર, લવલીના બોર્ગોહેને 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીનાએ એક ખૂબ જ સ્પર્ધાત્મક મેચમાં ચીની બોક્સરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 12 વર્ષની રાહ જોયા પછી મહિલા બોક્સિંગમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે.

જન્મદિવસ પર સફળતા મેળવી

આઈચી-નાગોયા ગેમ્સના 13મા દિવસે ભારતની પહેલી બોક્સિંગ ફાઇનલમાં આ ટાઇટલ સફળતા મળી. આ ગેમ્સમાં ભારતની સૌથી અનુભવી બોક્સર લોવલીનાએ 75 કિગ્રા વર્ગમાં ચીનની બાઓ જીયેયીને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, લોવલીનાએ તેના જન્મદિવસ પર આ સફળતા મેળવી હતી.

ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને

2 ઓક્ટોબર, 1997 ના રોજ જન્મેલી લવલીના બોર્ગોહેને પોતાના જન્મદિવસ પર દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા બોક્સર બની. મેરી કોમે અગાઉ 2014ના ઇંચિયોન એશિયન ગેમ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

View this post on Instagram

આ ગોલ્ડ મેડલ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. 13માં દિવસે ભારત પાસે મેડલની સંખ્યા વધારવા અને મેડલ ટેબલ ઉપર ચઢવાની મોટી તક છે.ભારત પાસે હાલમાં 70 મેડલ છે, જેમાં 12 ગોલ્ડ, 24 સિલ્વર અને 34 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. શુક્રવારનો દિવસ ભારત માટે મેડલની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.

લવલીના બોર્ગોહેન ચેમ્પિયન બની, જન્મદિવસે ગોલ્ડ મેડલ જીત્યો , જુઓ બોક્સરનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">