
ભારતીય બોક્સર પરવીન હુડ્ડાએ ગોલ્ડ મેડલ જીત્યો. તેણીએ ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈના બોક્સરને 3-2 થી હરાવીને ભારતને બોક્સિંગમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. આ ગેમ્સમાં ભારતનો કુલ 13મો ગોલ્ડ મેડલ છે.શુક્રવારે ભારતે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે, જેનાથી તેના કુલ મેડલની સંખ્યા 72 થઈ ગઈ છે, જેમાં 13 ગોલ્ડ, 25 સિલ્વર અને 34 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
આ જીત પરવીન હુડા માટે ખાસ છે. તેમણે ગત્ત એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ પાછળથી વ્હેરએસ ફેઇલર (વ્હેરએસ માહિતી સંબંધિત ડોપિંગ વિરોધી નિયમ ઉલ્લંઘન) ને કારણે તેનો મેડલ છીનવી લેવામાં આવ્યો હતો. પરવીને 65 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર વાપસી કરી.ભારતની પરવીન હુડ્ડાએ એશિયન ગેમ્સ 2026 મહિલા બોક્સિંગ 65 કિગ્રા ફાઇનલ જીતીને ભારતને લોવલીના બોર્ગોહેન પછી બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
પરવીન હુડાનો જન્મ 15 એપ્રિલ, 2000ના રોજ હરિયાણાના રોહતકમાં થયો હતો. અતૂટ નિશ્ચય, ઉત્તમ તકનીક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત પ્રદર્શન દ્વારા, તેમણે ભારતની અગ્રણી મહિલા બોક્સરોમાંની એક તરીકે પોતાને સ્થાપિત કરી. ભારતના સૌથી મજબૂત બોક્સિંગ ક્ષેત્રમાંના એકમાં ઉછરેલી, પરવીને નાનપણથી જ પોતાની કુશળતાને નિખારવી અને ભારતીય મહિલા બોક્સિંગ ટીમની નિયમિત સભ્ય બનતા પહેલા રાષ્ટ્રીય સ્તરે સતત પ્રગતિ કરી.
ભારતે 2026 એશિયન ગેમ્સમાં તીરંદાજીમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે, અને આ વખતે તે ખરેખર ઐતિહાસિક છે. ભારતીય મહિલા ટીમે તીરંદાજી રિકર્વ ઇવેન્ટની ફાઇનલમાં સાઉથ કોરિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમ આ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. કુમકુમ મોહોડ, કીર્તિ અને અંકિતા ભકતની ત્રિપુટીએ આ ઇવેન્ટમાં બારમાસી ગોલ્ડ મેડલ વિજેતા સાઉથ કોરિયાને આશ્ચર્યચકિત કરીને ઇતિહાસ રચ્યો છે.
ભારતની દિગ્ગજ બોક્સર, લવલીના બોર્ગોહેને 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીનાએ એક ખૂબ જ સ્પર્ધાત્મક મેચમાં ચીની બોક્સરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 12 વર્ષની રાહ જોયા પછી મહિલા બોક્સિંગમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. આઈચી-નાગોયા ગેમ્સના 13મા દિવસે ભારતની પહેલી બોક્સિંગ ફાઇનલમાં આ ટાઇટલ સફળતા મળી.
ભારતની પરવીન હુડ્ડાએ એશિયન ગેમ્સ 2026 મહિલા બોક્સિંગ 65 કિગ્રા ફાઇનલ જીતીને ભારતને લોવલીના બોર્ગોહેન પછી બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
Published On - 2:45 pm, Fri, 2 October 26