ગુજરાતમાં આવેલુ આ સ્થળ છે અનોખુ, દરીયાઈ જીવસૃષ્ટિની એક અલગ દુનિયા એટલે નરારા ટાપુ

દેશમાં સૌથી વિશાળ દરીયા કિનારો ગુજરાતમાં છે. 1,600 કિ.મીના દરીયાકિનારે અનેક પ્રવાસન સ્થળ આવેલા છે. જેમાં કચ્છના અખાતનો વિસ્તારએ દરીયાઈ જીવ સૃષ્ટિ માટેનું સ્વર્ગ માનવામાં આવે છે. તેમાં પણ નરારા ટાપુ તો દરિયાઈ જીવસૃષ્ટિની એક અલગ દુનિયા છે.

Jan 18, 2022 | 2:30 PM
Divyesh Vayeda

| Edited By: Tanvi Soni

Jan 18, 2022 | 2:30 PM

જામનગરથી 62  કિમીની અંતરે નરારા ટાપુ આવેલો છે. દરિયાઇ માર્ગે બોટ દ્વારા આ ટાપુ પર જઇ શકાય છે. અહી દરિયાઇ જીવસૃષ્ટિની એક અનોખી દુનિયા છે. આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. મરીન નેશનલ પાર્ક દ્વારા દરિયાઇ જીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી થાય છે.

1 / 8
નરારા ટાપુમા ઓટના સમયે ત્રણ કિમી સુધી દરીયો અંદર જતો હોવાથી અંહી રેટાળ રણ, પથ્થરો વચ્ચે અસંખ્ય દરીયાઈ જીવ સુષ્ટી જોવા મળ છે. અંહી સમુદ્ર ફુલ, જેલી ફીશ, દરીયાઈ કીડા, 20 થી વધુ જાતિના કરચલા, ઓકટોપશસ જેવા જીવો નરી આંખે જોવા મળે છે.

2 / 8
નરારા ટાપુ પર દરીયાઈ ગોકળગાય, શંખ, છીપ, સ્ટાર ફીશ, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી,  24 જાતની કોરલ(પરવાળા), 120 પ્રકારની સેવાળ સહીતની અસંખ્ય જીવ સુષ્ટિ વસવાટ કરે છે.

3 / 8
 નરારા ટાપુનો વિશાળ દરીયા કાંઠો રંગીન દરીયાઈ જીવ સુષ્ટિથી રમણીય છે. અનેક વિશેષતાઓના કારણે દરીયાઈ જીવ સુષ્ટિ વરસાટ કરે છે. અંહી દરીયા કિનારાના વૃક્ષો જેમાં ચેરના વૃક્ષોનુ જંગલ આવેલુ છે.

4 / 8
અન્ય જગ્યાએ જે દરીયાઈ જીવ દરીયાની અંદર ખૂબ ઊંડે જોવા મળે છે, તે નરારામાં નરી આંખે નિહાળી શકાય છે.

5 / 8
નરારા ટાપુમાં દરિયાનું પાણી ઓટના સમયે આશરે 3 થી 3.5 કિમી સુધી અંદર જતુ રહે છે. એટલે કે એ વિસ્તારમાં દરિયાના જીવો પથ્થરોમાં ફસાઇ રહે છે. અંહી અસંખ્ય દરીયાઈ જીવ વસવાટ કરતા હોવાથી દરીયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસુ લોકો અંહીની મુલાકાત લેતા હોય છે.

6 / 8
નરારા ટાપુમાં આવવા માટે શિળાયાનો સમયે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ નરારા દરીયાઈ જીવ સુષ્ટિનો નજારો નિહાળવા માટે ખાસ ભરતી-ઓળના સમયની માહિતી મેળવી જરૂરી છે. શિયાળામાં દરીયાઈ જીવ સુષ્ટિને વધુ પ્રમાણમાં  જોવા મળે છે.

7 / 8
દરીયાઈ જીવને નિહાળવા તેમજ તેના વિશેની માહિતી મેળવવા માટે અંહી સ્થાનિક 30 જેટલા ખાનગી માર્ગદર્શક કાર્યરત છે. જે મરીન લાઈફની ખાસ તાલીમ મેળવેલા તેમજ વિસ્તારના જાણકાર હોય છે.

8 / 8

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati