ગુજરાતી સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 9 વર્ષનો અનુભવ છે. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ મનોરંજન જગત સહિતના સમાચારોના લખાણમાં નિપુણતા ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ, એજ્યુકેશન સહિતના વિષયો પર સમાચાર લખવામાં નિપુણતા છે. પ્રોગ્રામિંગ તેમજ ન્યૂઝ મોનિટરિંગની કામગીરી પણ કરેલી છે. રેડિયોમાં પણ કામ કરવાનો અનુભવ છે. વોઇસ ઓવર અને રિપોર્ટિંગનો પણ અનુભવ છે.
Breaking News : સીરિયામાં ISISના ઠેકાણાઓ પર અમેરિકાની એર સ્ટ્રાઇક, 70 સ્થળોને નિશાન બનાવ્યા
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ બદલો લેવાની જાહેરાત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, અમેરિકા ક્યારેય પોતાના લોકોનો બચાવ કરવામાં અચકાશે નહીં કે પાછળ હટશે નહીં.
- Tanvi Soni
- Updated on: Dec 20, 2025
- 9:12 am
વડાપ્રધાન મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે થઇ મુલાકાત, PM મોદી ખડખડાટ હસતા જોવા મળ્યા
સંસદનું શિયાળુ સત્ર આજે શુક્રવારે પૂર્ણ થયું. સત્રના અંતિમ દિવસે, વડા પ્રધાન મોદી અને પ્રિયંકા ગાંધીએ વાયનાડ પર ચર્ચા કરી. એક દિવસ પહેલા, પ્રિયંકા વાયનાડની સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે પણ મળી હતી.
- Tanvi Soni
- Updated on: Dec 19, 2025
- 2:09 pm
બાંગ્લાદેશમાં સ્થિતિ થઇ આઉટ ઓફ કંટ્રોલ, ભારત વિરોધી પ્રદર્શન, આવામી લીગના કાર્યાલયો પર હુમલા
પડોશી દેશ બાંગ્લાદેશ ફરી એકવાર ગંભીર રાજકીય અને સામાજિક ઉથલપાથલની ઝપેટમાં આવી ગયો છે. ભારત વિરોધી કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનોએ માત્ર કાયદો અને વ્યવસ્થાને પડકાર્યો નથી, પરંતુ ભારત-બાંગ્લાદેશ સંબંધોને પણ તણાવના નવા સ્તરે પહોંચાડ્યા છે.
- Tanvi Soni
- Updated on: Dec 19, 2025
- 12:01 pm
Deadline Alert: 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ મહત્વના કામો, નહીંતર પસ્તાવો
ડિસેમ્બર 2025 એ વર્ષનો છેલ્લો મહિનો જ નહીં, પણ ઘણી મહત્વપૂર્ણ ટેક્સ ડેડલાઇન માટે છેલ્લી તક પણ છે. 31 ડિસેમ્બરની ડેડલાઇન ધરાવતા બે નાણાકીય કાર્યો વિશે જાણો. આ કાર્યો સમયસર પૂર્ણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી પાછળથી પસ્તાવાની કોઈ જગ્યા ન રહે.
- Tanvi Soni
- Updated on: Dec 19, 2025
- 9:20 am
અમેરિકામાં હાહાકાર ! એપ્સટિન ફાઇલ્સ સંબંધિત નવા 68 નવા ફોટા સામે આવ્યા,તસવીરોમાં બિલ ગેટ્સ સહિત અગ્રણીઓ હોવાનો ખુલાસો
યુએસ ડેમોક્રેટિક કાયદા નિર્માતાઓએ જાતીય ગુનેગાર જેફરી એપ્સટિન સંબંધિત 68 નવા ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. આ ફોટોગ્રાફ્સમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, પ્રખ્યાત લેખક અને વિચારક નોઆમ ચોમ્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર સ્ટીવ બેનન સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ દેખાય છે. જો કે, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ ફોટોગ્રાફ્સમાં દેખાવુ કોઈ ગુનાનો પુરાવો નથી.
- Tanvi Soni
- Updated on: Dec 19, 2025
- 11:58 am
Jasprit Bumrah: જસપ્રીત બુમરાહને આવ્યો ગુસ્સો, ફોન જ છીનવી લીધો, જુઓ Video
લખનૌમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ વિઝિબ્લિટીના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20I રદ કરવામાં આવી હતી. છ નિરીક્ષણો પછી અમ્પાયરોએ ખેલાડીઓની સલામતીને પ્રાથમિકતા આપતા મેચ ન રમવાનો નિર્ણય લીધો.જો કે આ વચ્ચે જસપ્રીત બુમરાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુસ્સે થયેલો દેખાય છે.
- Tanvi Soni
- Updated on: Dec 18, 2025
- 9:31 am
આજનું હવામાન : આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો વધવાની સંભાવના, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી રહી શકે
જમ્મુ-કાશ્મીરમાં દેશનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જેની અસર હવે મેદાની પ્રદેશો ધરાવતા રાજ્યોમાં થઇ રહી છે. ગુજરાતમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જો કે આગામી દિવસોમાં ઠંડીમાં રાહત મળી શકે છે. તાપમાન વધવાની શક્યતા છે.
- Tanvi Soni
- Updated on: Dec 17, 2025
- 9:00 am
Chanakya Niti : જો આવા લોકો તમારા ઘરમાં હોય તો સાવધાન રહો, તમારા જીવને જોખમ છે
આચાર્ય ચાણક્ય માત્ર એક મહાન વિચારક જ નહીં પણ રાજદ્વારી પણ હતા. તેમના પુસ્તક, ચાણક્ય નીતિમાં, ચાણક્ય એવા લોકોના કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરે છે. ચાણક્ય કહે છે કે જો તમારા ઘરમાં આવા લોકો હોય તો હંમેશા તેમનાથી સાવધાન રહો.
- Tanvi Soni
- Updated on: Dec 9, 2025
- 2:17 pm
Yearly Numerology 2026 : મૂળાંક 5 ધરાવતા વ્યક્તિનું 2026નું વર્ષ કેવું રહેશે? જાણો
Yearly Numerology 2026 : 2026 નું વર્ષ 5 અંક ધરાવતા લોકો માટે ઘણી બધી સકારાત્મક બાબતો લાવશે. આ સાથે ઘણા પડકારો પણ હશે, પરંતુ કેટલાક ઉકેલો તેમને દૂર કરવામાં મદદ કરી શકે છે. ચાલો તેમના વિશે જાણીએ...
- Tanvi Soni
- Updated on: Dec 9, 2025
- 9:13 am
Yearly Numerology 2026 : કારકિર્દીમાં મોટા ફેરફારો, પ્રેમ લગ્ન, અને…..જાણો મૂળાંક 4 ધરાવતા લોકો માટે કેવુ રહેશે 2026નું વર્ષ
અંકશાસ્ત્ર અનુસાર, કોઈપણ મહિનાની 4, 13, 22, અથવા 31 તારીખે જન્મેલા લોકોનો મૂળ અંક 4 હોય છે. 4 નંબર ધરાવતા લોકો માટે રાહુ શાસક ગ્રહ છે. 4 નંબર ધરાવતા લોકો માટે 2026 શિસ્ત, આયોજન અને નવી શરૂઆતમાં સફળતાથી ભરપૂર હોઈ શકે છે. આ વર્ષે કારકિર્દીના બોલ્ડ નિર્ણયો આવકના નવા સ્ત્રોત ખોલી શકે છે. ધીરજ અને સખત મહેનત પર ભાર મૂકો. ટૂંકા ગાળાના પગલાં લેવાથી મુશ્કેલી પડી શકે છે.
- Tanvi Soni
- Updated on: Dec 8, 2025
- 2:12 pm
Yearly Numerology 2026 : શું અંક 3 ધરાવતા લોકોનું જીવન તેજસ્વી રહેશે? જાણો નવું વર્ષ કેવું રહેશે
Mulank 3 Ank jyotish Rashifal 2026: નવું વર્ષ આવવામાં થોડા દિવસો બાકી છે. દરેક વ્યક્તિ નવા વર્ષ માટે ઉત્સાહિત છે. વર્ષ 2026 ઘણા લોકો માટે ખાસ રહેવાનું છે. મહિનાની 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનો અંક 3 હોય છે. આ સંખ્યાનો શાસક ગ્રહ ગુરુ છે. તો ચાલો જાણીએ કે નંબર 3 વાળા લોકો માટે નવું વર્ષ કેવું રહેશે.
- Tanvi Soni
- Updated on: Dec 8, 2025
- 1:39 pm
આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી, 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ, જુઓ Video
ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે. નલિયા 10.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
- Tanvi Soni
- Updated on: Dec 8, 2025
- 8:44 am