Indian Railway : શું ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો તેમને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવે છે? જાણો
જો તમે ટ્રેનમાં સફર કરવાના છો અને આ દરમિયાન તમારી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો શું તમે ટિકિટ વગર મુસાફરી કરી શકશો.આજે અમે તમને કેટલીક મહત્વની વાતો જણાવીશું, જે તમારે જાણવી ખુબ જરુરી છે.

ભારતીય રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરી છે. દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો ટિકિટ ખરીદે છે. તો આજે આપણે જાણીશું કે, ટ્રેનમાં જતાં પહેલા જો ટીટીઈ તમારી ટિકિટ ચેક કરે છે.પરંતુ ટિકીટ ખોવાય જાય કે ફાટી જાય તો શું ટિકિટ વગર ટ્રેનમાં જઈ શકશો.

આજે અમે તમને ટ્રેનના કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમારે જાણવું જોઈએ.

ટ્રેનની ટિકિટ ફાટી જાય તો મુસાફર ટિકિટ વગર મુસાફરી કરી શકશે નહી. આવી સ્થિતિમાં TTE તમને ડુપ્લીકેટ ટિકિટ આપશે. પરંતુ આ ટિકિટ ફ્રી નહી પરંતુ તેનો થોડો ચાર્જ લેવામાં આવશે. જેના માટે તમારે રેલવેને થોડો ચાર્જ આપવો પડશે.

જો તમારી રેલ ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો તાત્કાલિક રેલ્વે સ્ટેશન પર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટરનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરો અને ડુપ્લિકેટ ટિકિટ માંગો, ખાસ કરીને એ સમયે જ્યારે તમારી ટિકિટ કન્ફર્મ હોય અથવા RAC હોય.

જો તમારી પાસે કન્ફર્મ અથવા RAC ટિકિટ ખોવાઈ ગઈ હોય અથવા ફાટી ગઈ હોય, તો તમે બુકિંગ દરમિયાન નોંધ કરાયેલા ઓળખ કાર્ડ બતાવીને કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન કાઉન્ટર પર ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર પાસેથી ડુપ્લિકેટ ટિકિટની વિનંતી કરી શકો છો.

જો તમારી ખોવાયેલી અસલી ટિકિટ મળી જાય, તો તમે ટ્રેન ઉપડતા પહેલા રેલ્વે કાઉન્ટર પર બંને ટિકિટ બતાવીને ડુપ્લિકેટ ટિકિટ માટે ચૂકવેલ રકમ પાછી મેળવી શકો છો.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































