IPL 2025 : આઈપીએલમાં સૌથી વધુ વિકેટ અને રન અત્યારસુધી ક્યા ખેલાડીએ બનાવ્યા, જાણો
આરસીબી વિરુદ્ધ મેચમાં ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શને 49 રનની ઈનિગ્સ રમી હતી. આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનવવામાં બીજા સ્થાને છે. તો ચાલો જાણીએ નંબર વન અને ટોપ 5માં કયા ક્યા ખેલાડીઓ છે.

આઈપીએલ 2025 શાાનદાર અંદાજમાં રમાઈ રહી છે. ચાહકોને રોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. આઈપીએલ સીઝનમાં સાંઈ સુદર્શન,જોસ બટલર, શ્રેયસ અય્યર અને નિકોલસ પુરન પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે.

આરસીબી વિરુદ્ધ મેચમાં ગુજરાત ટાઈટન્સ માટે સાંઈ સુદર્શન અને જોસ બટલરે સારું પ્રદર્શન કર્યું હતુ.

આ કારણે તે ઓરેન્જ કેપની રેસમાં આગળ વધી રહ્યા છે.આઈપીએલ 2025માં હાલમાં સૌથી વધારે રન લખનૌ સુપર જાયન્ટસના નિકોલસ પુરને ફટકાર્યા છે. તેમણે 3 મેચમાં કુલ 189 રન બનાવ્યા છે.

આ કારણે તે ઓરેન્જ કેપની રેસમાં આગળ વધી રહ્યા છે.આઈપીએલ 2025માં હાલમાં સૌથી વધારે રન લખનૌ સુપર જાયન્ટસના નિકોલસ પુરને ફટકાર્યા છે. તેમણે 3 મેચમાં કુલ 189 રન બનાવ્યા છે.

બટલર IPL 2025માં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધી ત્રણ મેચમાં કુલ 166 રન બનાવ્યા છે. ચોથા સ્થાને શ્રેયસ અય્યર 149 અને પાંચમાં સ્થાને ટ્રેવિસ હેડ 136 રન છે.

બીજી બાજુ આઈપીએલ 2025માં સૌથી વધુ વિકેટ મામલે નુર અહમદ પ્રથમ સ્થાને છે. તેમણે 3 મેચમાં 9 વિકેટ લીધી છે. મિચેલ સ્ટાર્કે 8 વિકેટ, જોસ હેઝલવુડે 6 વિકેટ, સાંઈ કિશોર ચોથા સ્થાને 6 વિકેટ ,શાર્દુલ ઠાકુર 6 વિકેટ અને પાંચમાં સ્થાને ખલીલ અહમદ 6 વિકેટ છે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































