Gold Price Today: સોનાના ભાવ આજે ઘટ્યા ! જાણો કેટલું સસ્તું થયું 22 અને 24 કેરેટ સોનું
અમેરિકાની નીતિઓ, ડૉલરની વધઘટ અને વધતી મોંઘવારીને કારણે પણ સોનાની માંગ વધી છે. આ સિવાય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે તેની કિંમત વધુ વધી રહી છે. પણ આજે સોનાનો ભાવ સહેજ ઘટ્યો છે.

આજે નવરાત્રિના પાંચમા દિવસે સોનું સસ્તું થયું છે. ગુરુવારે 3 એપ્રિલે સોનાની કિંમતમાં થોડો ઘટાડો થયો છે. દિલ્હીમાં સોનું રૂ.92,980 હતું. ગઈકાલની સરખામણીએ આજે રૂ.20નો ઘટાડો નોંધાયો છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 85,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. અહીં જાણો આજે, ગુરુવાર 3 એપ્રિલ 2025ના રોજ સોના અને ચાંદીના ભાવ.

ગુરુવાર, 3 એપ્રિલ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 85,240 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 92,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 85,090 રૂપિયા અને 24 કેરેટ સોનું 92,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 22 કેરેટ સોનાના ભાવ 85,140 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 92,830 રુપિયા પર છે એટલે કે ગઈકાસલને સરખામણીમાં આજે 70 રુપિયાનો ઘટાડો થયો છે.

ગુરુવારે, 3 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 1,04,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં આશરે રૂ. 200નો ઘટાડો થયો છે.

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે.

આ સાથએ અમેરિકાની નીતિઓ, ડૉલરની વધઘટ અને વધતી મોંઘવારીને કારણે પણ સોનાની માંગ વધી છે. આ સિવાય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે તેની કિંમત વધુ વધી રહી છે. આ કારણે સોનું હવે તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































