Women’s Health : મહિલાઓને જો પેટની આસપાસ આ ગાંઠ દેખાય, તો જાણો તેનાથી બચવાના ઉપાયો
Gynecologists Tips : જો પેટની આસપાસ કોઈ ગાંઠ કે પછી નાભિને સ્પર્શ કરતી વખતે ગાંઠ લાગે, તો તે હર્નિયા (સારણગાંઠ) હોઈ શકે છે.આ બિમારીના શરુઆતના લક્ષણો પર ધ્યાન આપવું જરુરી છે.

હર્નિયા એટલે કે સારણગાંઠ નામથી મોટાભાગના લોકો ઓળખે છે.પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓ પોતાના સ્વાસ્થનું ખુબ ધ્યાન રાખે છે. આ દરમિયાન બોડીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ રહે છે. પ્રેગ્નેન્સી બાદ હેલ્થનું ધ્યાન રાખવું જરુરી છે.કારણ કે આ સમય દરમિયાન અનેક રોગો થવાનું જોખમ પણ રહે છે.

ડૉ.જણાવે છે કે, ગર્ભાવસ્થા દરમિયાન વધેલું વજન અને પેટમાં કબજિયાત પણ સારણગાંઠનું કારણ બની શકે છે. આ કોઈ આનુવંશિક રોગ અથવા પ્રેગ્નેન્સી દરમિયાન ભારે વજન ઉપાડવાને કારણે પણ થઈ શકે છે.

ડોક્ટર જણાવે છે કે, પ્રેગ્નેન્સી બાદ મહિલાઓમાં સારણગાંઠની સમસ્યા થઈ શકે છે. સારણગાંઠ થવા પર પેટની કોઈ માંસપેશી કે પછી ટિશ્યુની અંદર કોઈ અંગ બહાર આવે છે. આનાથી પેટની આસપાસ ગાંઠ થાય છે. સારણગાંઠ પેટની આસપાસ થતી એક બિમારી છે.

આ બિમારીની ઓળખ સરળતાથી થઈ શકે છે.જો પેટની આસપાસ કોઈ ગાંઠ કે પછી નાભિને સ્પર્શ કરતી વખતે ગાંઠ લાગે, તો તે હર્નિયા (સારણગાંઠ) હોઈ શકે છે. બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓને પણ સારણગાંઠની સમસ્યા વધી જાય છે. આ બિમારીના શરુઆતના લક્ષણો પર ધ્યાન આપવું જરુરી છે.

સારણગાંઠના કિસ્સામાં મળમાં મુશ્કેલી પડે છે. પેટમાં અને છીંકતી વખતે પણ દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ. જો આ સમસ્યા પ્રેગ્નેન્સી દરમિયાન અથવા પછી થાય છે, તો તેની સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ ન કરવાથી પાછળથી સમસ્યા વધી શકે છે.

આ બિમારીની સારવાર પેટ પર બેલ્ટ પહેરી થઈ શકે છે. જો આનાથી આરામ ન મળે તો પછી સર્જરી કરવામાં આવે છે. સર્જરી કરી સારણગાંઠને દુર કરી શકાય છે. આજકાલ આ પ્રકિયા ખુબ સરળ થઈ ગઈ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































