પૂર્વ ક્રિકેટરનો દીકરો છોકરામાંથી બન્યો છોકરી, આવો છે સંજય બાંગરનો પરિવાર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બેટિંગ કોચ સંજય બાંગરને આર્યન બાંગર નામનો એક પુત્ર છે. જે છોકરામાંથી છોકરી બન્યો છે અને હવે તે અનાયા બાંગર તરીકે ઓળખાય છે.તો આજે આપણે સંજય બાંગરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બેટિંગ કોચ સંજય બાંગરને આર્યન બાંગર નામનો એક પુત્ર છે. જે છોકરામાંથી છોકરી બન્યો છે અને હવે તે અનાયા બાંગર તરીકે ઓળખાય છે.તો આજે આપણે સંજય બાંગરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

સંજય બાપુસાહેબ બાંગરનો જન્મ 11 ઓક્ટોબર 1972ના રોજ બીડ, મહારાષ્ટ્રમાં થયો છે. એક ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર અને IPL ફ્રેન્ચાઇઝ પંજાબ કિંગ્સનો પણ ભાગ રહી ચૂક્યો છે.

તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ સેન્ટ ફ્રાન્સિસ ડી સેલ્સ હાઇ સ્કૂલ ઔરંગાબાદમાંથી પૂર્ણ કર્યું છે. તેમણે ઘાટકોપરની રામનિરંજન ઝુનઝુનવાલા કોલેજમાંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે કંપની સેક્રેટરીઝ ઇન્ટરમીડિયેટ કોર્સ પણ પૂર્ણ કર્યો છે.

સંજય બાંગર ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેઓ ઓલરાઉન્ડર તરીકે રમ્યા હતા અને ટેસ્ટ અને વનડેમાં ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સંજય બાંગરે પોતાની કારકિર્દી મહારાષ્ટ્ર અને મુંબઈની યુવા ટીમોમાં રમીને શરૂ કરી હતી, પરંતુ રાજ્ય સ્તરે બોલિંગ અને બેટિંગથી રેલવેનું પ્રતિનિધિત્વ કરીને પોતાનું નામ બનાવ્યું હતુ.

2000 - 2001 સીઝનમાં, રેલવે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેઓ બરોડા સામે હારી ગયા હતા. પછીની સીઝનમાં વધુ સારું પ્રદર્શન કરીને બરોડાને હરાવીને ટ્રોફી જીત્યા હતા. બાંગરના પ્રદર્શને પસંદગીકારોની નજર ખેંચી લીધી હતી અને તેમને 2001 - 2002 સીઝનમાં ઇંગ્લેન્ડ સામેની મેચો માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

પોતાની બીજી ટેસ્ટમાં, તેમણે નાગપુર ખાતે ઝિમ્બાબ્વે સામે 7મા ક્રમે બેટિંગ કરતા અણનમ 100 રન બનાવ્યા હતા. બાંગરને 2003 ના ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ભારત માટે તેમનું પ્રદર્શન ખરાબ થવા લાગ્યું, અને તેમણે 2004માં પોતાના દેશ માટે છેલ્લી મેચ રમી હતી,

કુલ 12 ટેસ્ટ મેચ અને 15 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમણે ભારત માટે 7 ટેસ્ટ મેચ જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

બાદમાં તેઓ રેલવેના કેપ્ટન બન્યા અને તેમને બે મુખ્ય ચેમ્પિયનશિપ ટાઇટલ, રણજી ટ્રોફી અને 2004-05માં ઇરાની ટ્રોફીમાં જીત મેળવી હતી. તેમણે 2005-06માં રેલવે ટીમને રણજી ટ્રોફી વન ડે નેશનલ ચેમ્પિયનશિપમાં પણ નેતૃત્વ કર્યું છે.

વિજય હજારે સાથે, તેઓ રણજી ટ્રોફીમાં 6,000 રન અને 200 વિકેટ લેનારા બે ખેલાડીઓમાંથી માત્ર એક છે.તેમણે પ્રથમ IPL સિઝનમાં ડેક્કન ચાર્જર્સનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ 2009 IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમ્યા હતા.

જાન્યુઆરી 2013માં, બાંગર 20 વર્ષ સુધી રમ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

સંજય બાંગર આજે પણ ખુબ જ સાદું જીવન જીવે છે. તેમના પરિવાર રજાઓમાં પોતાના ગામડે પણ જાય છે.

ટુંકમાં સંજય બાંગડ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ રહી ચૂક્યા છે. 52 વર્ષના સંજય બાંગડે ભારત માટે 12 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેમણે 650 રન બનાવ્યા છે અને 14 વિકેટ લીધી છે.

અનન્યા બાંગર પણ તેના પિતાની જેમ ક્રિકેટર રહી ચૂકી છે અને ઇંગ્લેન્ડમાં અનેક સ્થાનિક અને કાઉન્ટી ક્લબ માટે રમી છે. તે ભારતમાં યશસ્વી જયસ્વાલ સાથે ક્રિકેટ પણ રમી ચૂકી છે. યશસ્વી સાથે મુંબઈ માટે અંડર-16 ક્રિકેટ રમી છે.

સંજય બાંગરના 23 વર્ષીય પુત્ર આર્યન બાંગરે હવે અનાયા બાંગર એટલે કે, છોકરામાંથી છોકરી બન્યો છે.અનન્યા બાંગર ઉર્ફે આર્યન બાંગર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો પણ પોસ્ટ કરે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો






































































