History of city name : ગુજરાતના હૃદયમાં વસેલું પાટણ કેવા ઇતિહાસનું સાક્ષી છે, જાણો A ટુ Z માહિતી
પાટણ ગુજરાતનું એક ભવ્ય ઐતિહાસિક શહેર જ નથી, પરંતુ ભારતીય સ્થાપત્ય, પાણી વ્યવસ્થાપન અને કાપડ ઉત્પાદનની મહાન પરંપરાનું સાક્ષી પણ છે. રાની કી વાવ અને પટોળા હસ્તકલા આજે પણ તેની સાંસ્કૃતિક સમૃદ્ધિને જીવંત રાખે છે.

પ્રાચીન શહેર અણહિલવાડા પાટણની સ્થાપના 8મી સદીમાં ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડાએ કરી હતી. દંતકથા અનુસાર, આ શહેરની સ્થાપના તેના બાળપણના ભરવાડ મિત્ર અનાહિલ દ્વારા સૂચવવામાં આવેલી જગ્યાએ કરવામાં આવી હતી, તેથી તેણે આ શહેરનું નામ તેના નામ પરથી રાખ્યું. આ શહેર 746 થી 1411સુધી 650 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યું.

પાટણનું નામ સંસ્કૃત શબ્દ "પટ્ટણા" પરથી આવ્યું છે, જેનો અર્થ "નગર" અથવા "વેપાર કેન્દ્ર" થાય છે.8મી સદીમાં, ચાવડા વંશના રાજા વંચરાજ ચાવડાએ તેની સ્થાપના કરી અને તેને "અણહિલવાડ પાટણ" નામ આપ્યું. અણહિલવાડ પાટણ નામકરણ પાછળ એક લોકવાયકા છે,રાજા વંચરાજ શિકાર માટે જંગલમાં ગયા હતા, જ્યાં તેમની મુલાકાત અણહિલ નામના ભરવાડ સાથે થઈ.તે સ્થળને યોગ્ય માનીને, તેણે ત્યાં એક શહેર સ્થાપ્યું અને ભરવાડના માનમાં તેનું નામ "અણહિલવાડ" રાખ્યું.

ચાવડા રાજવંશના શાસન હેઠળ ઇ. સ 745 એડી માં સ્થાપના.ઇ. સ 942માં, સોલંકી રાજવંશ (ચાલુક્ય રાજવંશ) નું શાસન શરૂ થયું, અને શહેર સાંસ્કૃતિક અને વ્યાપારી રીતે સમૃદ્ધ બન્યું.

ભીમદેવ સોલંકી પ્રથમ (1022-1064) એ રાણી કી વાવ અને સહસ્રલિંગ તળાવ જેવા મહત્વપૂર્ણ સ્મારકોનું નિર્માણ કરાવ્યું.મહમુદ ગઝનવી એ ઇ.સ1024માં સોમનાથ મંદિર પરના હુમલા દરમિયાન પાટણને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ( Credits: Getty Images )

પાટણમાં ઐતિહાસિક ઇમારતો ઉપરાંત, સરસ્વતી નદીની નજીક એક તળાવ પણ બનેલું છે. જોકે, આ તળાવ હવે સંપૂર્ણપણે સુકાઈ ગયું છે, પરંતુ તમને અહીં ઘણા અદ્ભુત સ્થળો જોવા મળશે. ઇતિહાસમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ( Credits: wikimedia commons )

11મી સદીમાં રાણી ઉદયમતી એ તેના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં તેનું નિર્માણ કરાવ્યું હતું.તે એક ભવ્ય પગથિયાંવાળી વાવ છે, જેમાં ભગવાન વિષ્ણુના અવતારોની ઉત્કૃષ્ટ શિલ્પકૃતિઓ છે. 2014માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો મળ્યો. ( Credits: wikimedia commons )

પાટણના પટોળાનું સિલ્ક કાપડ વિશ્વભરમાં પ્રખ્યાત છે.સાલ્વી પરિવાર પેઢીઓથી આ કલાને સાચવી રાખ્યું છે.પટોળા સાડી વણાટમાં ડબલ ઇકત ટેકનિકનો ઉપયોગ થાય છે, જે તેને અનોખી બનાવે છે. ( Credits: Getty Images )

પાટણ ગુજરાતનું એક મુખ્ય શૈક્ષણિક, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે.અહીંના મંદિરો, વાવ અને તળાવો પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને પાણી વ્યવસ્થાપન પ્રણાલીના અનોખા ઉદાહરણો છે. આજે પણ, આ શહેર તેના ઐતિહાસિક વારસા, પટોળા સાડીઓ અને પર્યટન સ્થળો માટે જાણીતું છે. ( Credits: wikimedia commons )

ભીમદેવ સોલંકી પ્રથમ એ સહસ્ત્રલિંગ તળાવને પાણી વ્યવસ્થાપન માટે બનાવ્યું.તેમાં હજારો શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા હતા, જે જળ વ્યવસ્થાપન અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ દર્શાવે છે. ( Credits: wikipedia )
રાણી કી વાવ અને આસપાસના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ તમારી ટ્રિપ યાદગાર બનાવો. પાટણની આવી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..



























































