TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ, જુઓ Video
ખેડૂતો હાલ ભારે મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ બિનમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ બગડી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારના ડુંગળી ઉગાવતા ખેડૂતો માટે હાલની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે.
- Ashvin Patel
- Updated on: Dec 19, 2025
- 8:52 pm
10 ગ્રામ સોનાનો ભાવ એક લાખ 37 હજાર પર પહોંચ્યો
સોના-ચાંદીના ભાવમાં ફરી રોકેટ ગતિએ વધારો જોવા મળ્યો.સોનું-ચાંદી લેવું લોકો માટે સપના સમાન બની ગયું..એક કિલો ચાંદીનો ભાવ 2.07 લાખ પર પહોંચ્યો.જે ઓલ ટાઈમ હાઈ છે.બીજી તરફ 10 ગ્રામ સોનાનો ભાવ 1.37 લાખને પાર પહોંચ્યો.
- Ashvin Patel
- Updated on: Dec 19, 2025
- 7:49 pm
21 ડિસેમ્બર સુધી વાદળછાયા વાતાવરણની શક્યતા
રાજ્યના વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. 21 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરને કારણે આકરી ઠંડી પડશે. જાન્યુઆરીમાં પણ હવામાનમાં આવી શકે છે પલટો. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીમાં પડશે આકરી ઠંડી.
- Ashvin Patel
- Updated on: Dec 19, 2025
- 6:34 pm
કિમ પોલીસ સ્ટેશનના PI ACBના છટકામાં
સુરતમાં નકલી પોલીસ પાસેથી લાંચ લેતા અસલી પોલીસ ઝડપાઈ.કિમ પોલીસ સ્ટશેનના PI અને વકીલની ACBએ કરી ધકપકડ..હનીટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાની નોંધાઈ હતી ફરિયાદ..કેસમાં વધુ કલમોનો ઉમેરો ન કરવા માગી હતી 10 લાખની લાંચ.નકલી પોલીસ બનનાર આરોપીઓએ ACBનો કર્યો સંપર્ક.
- Ashvin Patel
- Updated on: Dec 19, 2025
- 6:05 pm
ઠંડીમાં બાઇક વારંવાર બંધ થઈ જાય છે ? જાણો 5 મોટાં કારણ અને તેના ઉપાય
શિયાળાની ઠંડીમાં ઘણી વખત બાઇક વારંવાર બંધ પડી જાય છે, જે સવારના સમયે ખાસ કરીને પરેશાન કરે છે. આવી સમસ્યા પાછળ અનેક તકનિકી કારણો જવાબદાર હોઈ શકે છે. જોકે, થોડાં સરળ અને અસરકારક ઉપાયો અપનાવીને તમે આ મુશ્કેલીથી સરળતાથી બચી શકો છો. જો તમે મિકેનિક્સ દ્વારા સૂચવેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો, તો ઠંડીના દિવસોમાં પણ તમારી બાઇક સ્મૂથ રીતે ચાલતી રહેશે. આવો જાણીએ એવી 5 શ્રેષ્ઠ ટિપ્સ, જે શિયાળામાં બાઇકને સરળતાથી ચાલવવામાં મદદરૂપ બનશે.
- Ashvin Patel
- Updated on: Dec 19, 2025
- 5:51 pm
કોવાયા ગામમાં અનોખા દ્રશ્યો
અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં સતત વન્યપ્રાણીઓના આંટાફેરા વધી રહ્યાં છે. ત્યારે વધુ અલગ-અલગ વિસ્તારના ત્રણ વીડિયો સામે આવ્યાં છે. રાજુલાના કોવાયા ગામે અનોખા દ્રશ્યો સામે આવ્યાં. જ્યાં સિંહ શ્વાનના બચ્ચાને ગામમાં રમાડતા જોવા મળ્યો.
- Ashvin Patel
- Updated on: Dec 19, 2025
- 5:00 pm
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી
ગાંધીનગરના પેથાપુર-રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન. રોડની બાજુમાં આવેલી ગેરકાયદે દરગાહને તોડી પડાઈ. મહાનગરપાલિકાએ અગાઉ જમીનના આધાર પૂરાવા રજૂ કરવા માટે આપી હતી નોટિસ. સમય મર્યાદામાં જવાબ ન મળતા દબાણ શાખા દ્વારા કાર્યવાહી. શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- Ashvin Patel
- Updated on: Dec 18, 2025
- 7:50 pm
રેલવે ટ્રેક પર દેખાતા T/P અને T/G ના ચિહ્નો શું દર્શાવે છે ? તમે નહીં જાણતા હોવ..
સોશિયલ મીડિયા પર તમે ભારતીય રેલવે સંબંધિત અનેક રસપ્રદ અને ઓછી જાણીતી બાબતો જોઈ હશે. આજે અમે પણ એવી જ એક અનોખી અને જાણકારીભરી હકીકત તમારી સામે રજૂ કરી રહ્યા છીએ.
- Ashvin Patel
- Updated on: Dec 18, 2025
- 7:14 pm
દીપડાના આંટાફેરાથી ફફડાટ
સુરતના માંગરોળના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાના આંટાફેરા યથાવત્, શાહ ગામે નવાપરા ફળિયાના એક ઘરમાં દેખાયો દીપડો, શિકારની શોધમાં આવેલા દીપડાનો વીડિયો આવ્યો સામે,અત્યાર સુધીમાં દીપડા 17 જેટલા મરઘાનો કરી ચૂક્યા છે શિકાર, દીપડાના આંટાફેરા સતત વધતા ગામના લોકોમાં ફફડાટ
- Ashvin Patel
- Updated on: Dec 18, 2025
- 6:39 pm
બાળ ઉછેર માટે 40થી વધુ ડોલ્ફિન પહોંચી
દીવ ના દરિયાને અડીને આવેલા ઉના ના અહેમદપુર માંડવી ના દરિયા માં ઊછળકૂદ કરતી ડોલ્ફિન ના દ્ર્શ્યો કેમેરામાં થયા કેદ
- Ashvin Patel
- Updated on: Dec 18, 2025
- 5:24 pm
સોનું અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી... 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 37 હજાર પર પહોંચ્યો. તો ચાંદીનો એક કિલોનો ભાવ 2 લાખ 7 હજાર રૂપિયા થયા. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં આવેલા ઉછાળાને કારણે અસર.
- Ashvin Patel
- Updated on: Dec 18, 2025
- 4:36 pm
પ્રતિ યુનિટ 3 રૂપિયા સુધીનો ઘટાડો થશે
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડે ગેસ વિતરણ માળખાને સરળ બનાવ્યું .ટેરિફને પહેલા અંતરના આધારે ત્રણ ઝોનમાં વિભાજિત કરવામાં આવતા હતા, પરંતુ હવે તે ઘટાડીને બે કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, "ઝોન 1" હવે દેશભરમાં CNG અને ઘરેલુ PNG ગ્રાહકોને લાગુ પડશે.
- Ashvin Patel
- Updated on: Dec 18, 2025
- 4:28 pm