AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક નહીં પરંતુ 5 પ્રકારની હોય છે તુલસી, જાણો તેની વિશેષતા, જુઓ તસવીરો

ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીના છોડનું ધાર્મિક મહત્વની સાથે તેના ઔષધીય ગુણો માટે જાણીતો છે. તે સ્વાસ્થ્ય અને ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા, પાચનતંત્રમાં સુધારો કરવા અને ત્વચા અને વાળ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

| Updated on: Aug 30, 2024 | 8:23 AM
Share
શ્યામ તુલસી : આ તુલસીના પાન સામાન્ય જાંબલી રંગના હોય છે. તેને શ્યામ તુલસી કહે છે. તેને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકવાયકા અનુસાર શ્યામ તુલસી ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય હતી. ભગવાન કૃષ્ણ પણ શ્યામ છે. તેથી તેને શ્યામ તુલસી પણ કહેવામાં આવે છે. શ્યામ તુલસીના પાંદડાઓમાં એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને બેક્ટેરિયલ જેવા વિવિધ ઔષધીય ગુણધર્મો છે, તેથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે.

1 / 5
રામ તુલસી : આ તુલસીના પાંદડા લીલા રંગના હોય છે. તેને શ્રી તુલસી અને લકી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તુલસીનો ઉપયોગ પૂજામાં થાય છે. મોટાભાગના ઘરોમાં માત્ર રામ તુલસી જ જોવા મળે છે. તેના પાન સ્વાદમાં થોડાક મીઠા હોય છે. તેને ઉજ્જવલ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે.

2 / 5
સફેદ તુલસીનો છોડ : આ તુલસીને વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ઓળખવાનો સૌથી સરળ રસ્તોએ છે કે તેના પર સફેદ ફૂલો દેખાય છે. તે ઘરોમાં ભાગ્યે જ ઉગાડવામાં આવે છે.

3 / 5
વન તુલસીનો છોડ : આ તુલસીને  જંગલી તુલસી અને તુલસી બાર્બરી પણ કહેવામાં આવે છે. આ જાતના છોડની ઊંચાઈ 60 થી 90 સેન્ટિમીટર હોય છે. તેના છોડમાં આખા વર્ષ દરમિયાન ફૂલ આપે છે. ફૂલો સફેદ, ગુલાબી અથવા જાંબલી રંગના અને સુગંધિત હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ઘરમાં લગાવવાની મનાઈ છે.

4 / 5
લીંબુ તુલસી : આ તુલસીમાં તુલસી અને લેમન ગ્રાસ બંનેના ગુણો હાજર છે. આ જાતના તુલસીના પાન લીંબુ જેવા સુગંધિત હોય છે. આ તુલસીમાં  વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">