કૃષિ
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે. રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે.
કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપનાર માધ્યમ હોય તો તે છે TV. દરરોજ કે સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે. આ કાર્યક્રમોથી ગામડાઓના ખેડૂતો વાકેફ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે.