History of city name : ભરતપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ભરતપુર શહેર રાજસ્થાનના પૂર્વ ભાગમાં સ્થિત છે, જે બ્રજ પ્રદેશનો ભાગ છે. અહીંની ભાષા બ્રજભાષા છે અને આ વિસ્તાર સાંસ્કૃતિક રીતે પણ બહુ સમૃદ્ધ માનવામાં આવે છે.

ભરતપુરનું નામકરણ મહારાજા ભરતના નામ પરથી થયેલું હોવાનું માનવામાં આવે છે. ભરત રામાયણના પાત્ર શ્રી રામના ભાઈ હતા, અને એવું પણ કહેવાય છે કે તેમને આ પ્રદેશ સાથે કોઈ આધ્યાત્મિક અથવા ઐતિહાસિક જોડાણ હતું. તેથી, આ શહેરને "ભરતપુર" કહેવામાં આવ્યું. (Credits: - Wikipedia)

ભરતપુર રાજ્યની સ્થાપના મહારાજા બદનસિંહ દ્વારા 1722માં કરવામાં આવી હતી, પણ તેનું શ્રેષ્ઠ શાસન હતું તેમના પુત્ર મહારાજા સુરજમલ (શાસન: 1755-1763 )ના સમયમાં. સુરજમલને જાટ શાસનનો પાયો મજબૂત કરનાર રાજા તરીકે માનવામાં આવે છે. (Credits: - Wikipedia)

ભરતપુર એક સમય જાટ રાજવંશનું શક્તિશાળી રાજ્ય હતું. જાટ શાસકો માટે ભરતપુર એક મુખ્ય કેન્દ્ર હતું. સુરજમલએ રાજકીય દ્રષ્ટિએ પણ અને સામરિક રીતે પણ રાજ્યને મજબૂત બનાવ્યું. (Credits: - Wikipedia)

18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતમાં ભરતપુર બ્રિટિશ સેનાના હુમલાઓનો સામનો કરનાર થોડાંજ રાજ્યોમાંથી એક હતું, જે લાંબા સમય સુધી પોતાનું સ્વતંત્ર સ્થાન જાળવી શક્યું. 1805માં બ્રિટિશ લોર્ડ લેકે ભરતપુર પર આક્રમણ કર્યું હતું, પણ તેને સંપૂર્ણ વિજય ન મળ્યો. (Credits: - Wikipedia)

ભરતપુર ઓગસ્ટ 1947માં ભારતના નવા સ્વતંત્ર રાજ્યમાં જોડાયું. પછીના વર્ષે, ૧૯૪૮માં, તે મત્સ્ય સંઘનો ભાગ બન્યું, અને ૧૯૪૯માં તેને રાજસ્થાન રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. (Credits: - Wikipedia)

અહીનો લોહાગઢ કિલ્લો મહારાજા સુરજમલ દ્વારા નિર્મિત કરાયો, કિલ્લાની દિવાલો ખૂબ જ મજબૂત છે, તેથી તેને "લોહગઢ" નામ મળ્યું આ કિલ્લો અનેક આક્રમણોને સહેજે જીતી ગયો હતો. (Credits: - Wikipedia)

ભરતપુર આજના સમયમાં પણ એવુ શહેર છે જ્યાં ઇતિહાસ, કુદરત અને સંસ્કૃતિનો સુમેળ જોવા મળે છે. પ્રવાસીઓ માટે લોહગઢ કિલ્લો અને કેવલાદેવ અભયારણ્ય આકર્ષણના મુખ્ય કેન્દ્રો છે. (Credits: - Wikipedia)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.



























































