Breaking News : પહેલગામ હુમલાને લઇ મોરબીમાં આક્રોશ, રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ, જુઓ Video
પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રંદ અને આક્રોશ છવાયો છે. નિર્દોષ પ્રવાસીઓના મોતથી લોકોમાં રોષનો માહોલ છે. ત્યારે મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ઝંડો દોરીને વિરોધ વ્યક્ત કરાયો છે.
પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રંદ અને આક્રોશ છવાયો છે. નિર્દોષ પ્રવાસીઓના મોતથી લોકોમાં રોષનો માહોલ છે. ત્યારે મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ઝંડો દોરીને વિરોધ વ્યક્ત કરાયો છે.સનાળા રોડ પર જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાની સાથે જ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના અગ્રણીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા.
મોરબીમાં આતંકવાદીઓનું પૂતળા દહન કરાયું
પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મના આધારે પ્રવાસીઓની હત્યા કર્યાની ઘટનાને લઈને મોરબી શહેરમાં ભારે ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ગંભીર ઘટનાના વિરોધમાં આજે શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને અનેક વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. મૌન રેલીમાં શહેરના હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોકે પહોંચી હતી. જ્યાં આતંકવાદીઓના પૂતળાનું દહન કરીને વિરોધ દર્શાવ્યો હતો.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
