Raval surname history : રાવલ એક અટક જ નહીં બહાદુર વ્યક્તિને આપવામાં આવતું બિરુદ છે, જાણો તેનો અર્થ અને ઈતિહાસ
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે રાવલ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

રાવલ અટક ભારત અને નેપાળના કેટલાક સમુદાયોમાં જોવા મળતી એક પ્રતિષ્ઠિત અટક છે. તેનું ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ છે. આપણે રાવલ અટકનો અર્થ અને ઇતિહાસ જાણીશું.

રાવલ અટક સંસ્કૃત શબ્દ રાજવલ્લભ અથવા રાજવલ પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જેનો અર્થ રાજાનો પ્રિય અથવા રાજા જેટલો મહાન વ્યક્તિ થાય છે.

રાવલ અટકને એક માનનીય પદવી ગણવામાં આવે છે. જે બહાદુરી, જ્ઞાન અથવા સામાજિક સ્થિતિના આધારે આપવામાં આવતી હતી.

ખાસ કરીને મેવાડના સ્થાપક રાવલ બાપ્પાને યાદ કરવામાં આવે છે. જેમણે 8મી સદીમાં ગુહિલ રાજવંશનો પાયો નાખ્યો હતો.

રાવલનું બિરુદ મેવાડના રાજાઓને આપવામાં આવ્યું હતું, જેમ કે રાવલ ખુમાન, રાવલ બાપ્પા જેવા બિરુંદ આપવામાં આવ્યા હતા.

રાવલ અટક ઉત્તરાખંડ, ગુજરાત સહિતના રાજ્યોમાં જોવા મળતો સમુદાય છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં ગઢવાલ ક્ષેત્રમાં જોવા મળે છે.

રાવલ અટક ગુજરાતમાં બ્રાહ્મણ જાતિમાં પણ જોવા મળે છે. જેઓ ખાસ ધાર્મિક ફરજો માટે જાણીતા છે. જ્યારે બ્રાહ્મણ સિવાયના પણ અન્ય સમુદાયના લોકો આ સરનેમનો ઉપયોગ કરે છે.

બદ્રીનાથ મંદિરના મુખ્ય પૂજારીને પણ રાવલ પણ કહેવામાં આવે છે (જોકે તે કેરળ મૂળના નંબુદિરી બ્રાહ્મણ છે). કેટલાક પ્રદેશોમાં બ્રાહ્મણ જાતિઓ દ્વારા "રાવલ" અટક પણ વપરાય છે.

આ બ્રાહ્મણો મુખ્યત્વે ધાર્મિક વિધિઓ, કર્મકાંડ, મંદિરની પુજા કરે છે. પરંતુ વર્તમાન સમયમાં રાવલ સમુદાયના લોકો શિક્ષણ, કલા ક્ષેત્રે પણ આગળ છે.

આજે રાવલ અટક ભારત, નેપાળ અને કેટલાક અન્ય દેશોમાં પણ જોવા મળે છે. આ અટકના જાતિ, પ્રદેશ અને પરંપરાગત ભૂમિકાના આધારે અલગ અલગ અર્થ થાય છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
