Women’s health : જાણો વોટર બર્થ ડિલીવરી અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે!
સામાન્ય રીતે મહિલાઓ બાળકોને જન્મ આપે છે, ત્યારે કાંતો તે નોર્મલ ડિલીવરી અને બીજી ડિલીવરી દ્વારા બાળકને જન્મ આપે છે પરંતુ અનેક સેલિબ્રિટી વોટર બર્થ દ્વારા પોતાને બાળકોને જન્મ આપી ચૂક્યા છે. તો આજે આપણે વોટર બર્થ ડિલીવરી વિશે વિસ્તારથી વાત કરીશું.

જો તમે બાળકને જન્મ આપવા માટે વોટર બર્થનો વિકલ્પ પસંદ કરો છો, તો પહેલા આના વિશે વિસ્તારથી જાણી લો.વોટર બર્થ ડિલીવરી પણ નોર્મલ ડિલીવરી જ હોય છે. તેમાં મહિલાને પ્રસૂતિ પીડા સહન કરવી પડે છે. આમાં, પ્રસૂતિ પીડા દરમિયાન મહિલાને ગરમ પાણીના ટબમાં બેસાડીને ડિલીવરી કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ગરમ પાણીના ટબમાં બાળકને જન્મ આપવાની પ્રક્રિયાને વોટર બર્થ કહેવામાં આવે છે.

વોટર બર્થ ડિલીવરીમાં દુખાવો સામાન્ય ડિલીવરી કરતા ઓછો થાય છે. સાથે આને સુરક્ષિત પણ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, આ ડિલીવરીમાં મહિલા અને બાળકો બંન્ને વચ્ચે સંક્રમણનો ખતરો ઓછો થાય છે. તમને જણાવી દઈએ કે, વોટર બર્થ કોઈ નવો પ્રકાર નથી પરંતુ આ ખુબ પ્રાચીન રીત છે.મિસ્ત્ર અને યૂનાનમાં આનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે,

વોટર બર્થ ડિલીવરી વખતે શરીર મુજબ ટબમાં પાણીની માત્રાને નિર્ધારિત કરવામાં આવે છે.સામાન્ય રીતે ટબમાં અંદાજે 500 લીટર હુંફાળું પાણી રાખવામાં આવે છે. લેબર પેન શરુ થયાના કેટલા કલાક બાદ મહિલાને ટબમાં બેસવાનું હોય છે. તેનો નિર્ણય ડોક્ટર લે છે.

વોટર બર્થ ડિલીવરી વખતે એડ્રોફિન હોર્મોન વધારે બને છે. જેના કારણે દુખાવો ઓછો થાય છે અને મહિલાઓને બાળકને જન્મ આપતી વખતે વધારે દુખાવો થતો નથી. આનાથી મહિલાઓને વધારે સ્ટ્રેસ રહેતો નથી.

વોટર બર્થ ડિલીવરી વખતે એડ્રોફિન હોર્મોન વધારે બને છે. જેના કારણે દુખાવો ઓછો થાય છે અને મહિલાઓને બાળકને જન્મ આપતી વખતે વધારે દુખાવો થતો નથી. આનાથી મહિલાઓને વધારે સ્ટ્રેસ રહેતો નથી.

જે રીતે દરેક વસ્તુઓના ફાયદા અને નુકસાન છે. તેવી જ રીતે વોટર બર્થના પણ કેટલાક ફાયદા અને નુકસાન પણ છે.જો વોટર બર્થ દરમિયાન નાળ વળી જાય, તો તે બાળક માટે સમસ્યાઓનું કારણ બને છે કારણ કે બાળક નાળ દ્વારા માતા સાથે જોડાયેલું હોય છે.

આ સિવાય વોટર બર્થમાં એક ખતરો એ પણ છે કે, બાળકના જન્મના બાદ બાળકોનું ગર્ભનાળ તુટી શકે છે.તેથી, આ પ્રકારની ડિલિવરીમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
