Women’s health : પીરિયડ્સ ફ્લૂ શું છે? તેના લક્ષણો અને રાહત મેળવવાના ઉપાયો જાણો
પીરિયડ્સ દરમિયાન કેટલીક મહિલાઓને ઉલ્ટી,માથાનો દુખાવો અને ચક્કર આવવાની સમસ્યા થાય છે.આને પીરિયડ ફ્લૂ કહેવામાં આવે છે. તો ચાલો આના વિશે આપણે વિસ્તારથી જાણીએ.

પીરિયડ્સ મહિલાઓના જીવનનો એક મહત્વનો ભાગ છે. પીરિયડ્સ દરમિયાન અનેક સમસ્યાઓમાંથી મહિલાઓ પસાર થાય છે. પેટમાં દુખાવો, મૂડ સ્વિંગ, થાક, ચીડયાતો સ્વભાવ, ગુસ્સો આવવો, ઉલ્ટી થવી, તાવ જેવી સમસ્યાઓ પીરિયડ્સ દરમિયાન સામાન્ય માનવામાં આવે છે.

પીરિયડ્સ દરમિયાન થનારી આ પરેશાનીનો સામનો માત્ર એક મહિલાને નહી પરંતુ સેકન્ડો મહિલાઓ આનો સામનો કરે છે.મોટાભાગની મહિલાઓને ખ્યાલ નથી હોતો કે, આ પીરિયડ્સ ફ્લુ શું છે. તો આજે આપણે જાણીશું કે, પીરિયડ્સ ફ્લુ શું છે. તેના લક્ષણો શું છે. તેનાથી કઈ રીતે રાહત મેળવવી.

ડોક્ટરના જણાવ્યા અનુસાર પીરિયડ્સ ફ્લુ એક માત્ર શબ્દ છે. એ ફક્ત પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓ માટે વપરાતો શબ્દ છે. પીરિયડ ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂ સાથે જોડાયેલ નથી, જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે.

"પીરિયડ ફ્લૂ" શબ્દનો ઉપયોગ સ્ત્રીઓને તેમના પીરિયડના થોડા સમય પહેલા અને તે દરમિયાન અનુભવાતા લક્ષણોનું વર્ણન કરવા માટે થાય છે. પીરિયડ ફ્લૂના લક્ષણો પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS) જેવા જ છે.

પીરિયડ્સ ફ્લુ મહિલાઓની સમસ્યા છે અને આ હોર્મોનમાં થતાં ઉતાર-ચઢાવના કારણે થાય છે. ડોક્ટરનું કહેવું છે કે, જે મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોનના સ્તરમાં ઉતાર-ચઢાવ થાય છે. તો પીરિયડ્સ ફ્લુની સમસ્યા થઈ શકે છે. આ દરમિયાન મહિલાઓને પોતાના શરીરમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે.

પીરિયડ્સ ફ્લૂ દરમિયાન, સ્ત્રીઓને તેમના શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે, જેમ કે,ઝાડા,પેટમાં કબજિયાત,ચક્કર,ઉબકા આવવા,થાક,માથાનો દુખાવો, પેટમાં ખેંચાણ,પગમાં સોજો, માથાનો દુખાવો, સ્તનોમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર કેટલીક મહિલાઓને પીરિયડ્સ ફ્લુની પરેશાનીમાંથી પસાર થવું પડે છે. પરંતુ કેટલીક મહિલાઓને પીરિયડ્સ ફ્લુની પરેશાની વધારે હોય છે. આવા કેસમાં માંસપેશિયો અને સાંધાના દુખાવા માટે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનના આધાર પર પેન કિલર્સ, હોર્મોન દવાઓ જે હોર્મોનના સ્તરને પ્રભાવિત કરવાના લક્ષણોમાં સુધારો કરવા આપવામાં આવે છે.

પીરિયડ ફ્લૂથી રાહત મેળવવા માટે, કોઈપણ પ્રકારની દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.પીરિયડ ફ્લૂની સમસ્યામાં, સ્ત્રીઓ કેટલાક ઘરેલું ઉપાયો પણ અપનાવી શકે છે અને તેનાથી રાહત મેળવી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
