Breaking News : પહલગામ હુમલા બાદ ભારતના આ સ્થળે NIA ના દરોડા, પરિવારના સભ્યો પાકિસ્તાનથી ફર્યા હતા પરત
Pahalgam Attack : લાંબા સમય સુધી, NIA ટીમ પરિવારના સભ્યોની પૂછપરછ કરતી રહી અને ઘરની તપાસ કરતી રહી. ટીમે દરોડો શા માટે પાડ્યો તે જાણી શકાયું નથી.

મંગળવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટના બૈસરન ખીણમાં બની હતી. તે પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. જોકે હવે આ ઘટના બાદ તેની તપાસ ના ચક્રો ગતિમાન થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશના શુભમનું નામ પૂછ્યું જે તેના હનીમૂન માટે ત્યાં ગયો હતો અને પછી તેને ગોળી મારી દીધી. આ જોઈને યુવકની પત્ની બેભાન થઈ ગઈ. જ્યારે આતંકવાદીઓ ફાયરિંગ કરતા ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ ગુરુવારે સવારે, NIA એ ફિરોઝપુરમાં એક રેસ્ટોરન્ટ અને મેરેજ પેલેસના માલિકના ઘરે દરોડા પાડ્યા.

લાંબા સમય સુધી, NIA ટીમ પરિવારના સભ્યોની પૂછપરછ કરતી રહી અને ઘરની તપાસ કરતી રહી.

ટીમે દરોડો શા માટે પાડ્યો તે જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યો પાકિસ્તાન થઈને આવ્યા હતા. અટારી બોર્ડર સામાન્ય લોકો માટે બંધ છે અને સરહદ પર ત્રણ સ્તરીય સુરક્ષા ગોઠવાઈ છે. ( All Image - Twitter)
પંજાબ દેશના 28 રાજ્યોમાંથી એક રાજ્ય છે. પંજાબનું પાટનગર ચંદીગઢ છે. હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી છે. પંજાબને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
