AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાડા સાત કરોડ પીએફ ખાતાધારકો માટે ખુશખબર, હવે EPFO 3 દિવસમાં 5 લાખ રૂપિયા આપશે

EPFO એ, એડવાન્સ દાવાઓ માટેની ઓટો-સેટલમેન્ટની મર્યાદા વધારી દીધી છે. આ મર્યાદા અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી, જે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ પગલાથી EPFO ​​ના 7.5 કરોડ ખાતાધારકોને ઓટો-સેટલમેન્ટ વધુ સરળ બનશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2025 | 12:37 PM
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા અને EPFO ખાતું ધરાવનારા લોકો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ, કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. હવે EPFO તેના ​​સભ્યોને કોઈપણ કાગળકામ વગર માત્ર 3 દિવસમાં જ 5 લાખ રૂપિયા સુધીની રકમ આપશે.

1 / 6
વાસ્તવમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમા, એડવાન્સ દાવાની ઓટો-સેટલમેન્ટની મર્યાદા વધી ગઈ છે. આ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ પગલાથી EPFO ​​ના 7.5 કરોડ સભ્યો માટે ઓટો સેટલમેન્ટનુ સમાધાન વધુ સરળ બનશે.

2 / 6
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના કરોડો સભ્યોને રાહત આપવા માટે એક મોટી યોજના બનાવી રહ્યું છે. હાલમાં ઓટો ક્લેમ સેટલમેન્ટ મર્યાદા ₹1 લાખ છે, જે મે 2024 માં ₹ 50,000 થી વધારીને કરવામાં આવી હતી. પરંતુ હવે આ મર્યાદા પાંચ ગણી વધારીને ₹5 લાખ કરવાની યોજના છે. તેનો સીધો લાભ એવા સભ્યોને મળશે જેમને તબીબી કટોકટી, ઘરની મરામત, લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ જેવી બાબતોમાં ઝડપી ભંડોળની જરૂર પડે છે.

3 / 6
નાણાકીય વર્ષ 2023-24માં, લગભગ 90 લાખ લોકોએ ઓટો ક્લેમ સેટલમેન્ટનો લાભ લીધો હતો, જે 2024-25માં વધીને 2 કરોડ થઈ શકે છે. આ ડેટા દર્શાવે છે કે ડિજિટલ પ્રક્રિયાથી લોકોને કેટલો ફાયદો થયો છે.

4 / 6
અગાઉ, 1 લાખ રૂપિયાથી વધુ ઉપાડ માટે, EPFO ​​ઓફિસમાં જઈને ભૌતિક ચકાસણી કરાવવી જરૂરી હતી, જે આ મર્યાદા વધ્યા પછી હવે જરૂરી રહેશે નહીં. એટલે કે હવે ફક્ત 3 દિવસમાં તમને કોઈપણ દસ્તાવેજ વિના તમારા કામ માટે તમારા ખાતામાં જમા રહેલી રકમમાંથી રૂપિયા 5 લાખ મળી શકશે.

5 / 6
EPFO, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના સહયોગથી, એવું ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે, જે જૂન 2025 થી, ATM અને UPI દ્વારા પણ PF ની રકમ ઉપાડી શકાશે. આ પધ્ધતિ એટીએમ દ્વારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા જેવું જ હશે. આ દરખાસ્તને CBT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) ની આગામી બેઠકમાં અંતિમ મંજૂરી મળી શકે છે.

6 / 6

પ્રોવિડન્ટ ફંડ અંગેના તમામ સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">