Aam Papad Recipe : બાળકને પસંદ આવતા ‘આમ પાપડ’ ઘરે જ બનાવો, આ રહી સરળ ટીપ્સ
ઉનાળામાં બજારમાં સરળતાથી પાકી અને કાચી કેરી મળી જાય છે. ત્યારે કેરીમાંથી આઈસક્રીમ, લસ્સી, શેક , રસ સહિત અનેક વાનગીઓ બનાવી શકાય છે. ત્યારે આજે અમે તમને આમ પાપડ બનાવવાની રેસિપી જણાવીશું.

નાના બાળકોથી લઈને મોટા દરેક લોકોને કેરી ખાવાનું પસંદ હોય છે. ત્યારે કેરીમાંથી મુખવાસ પણ બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને આમ પાપડની રેસિપી જણાવીશું.

આમ પાપડ બનાવવા માટે પાકી કેરી, ખાંડ, ઘી, સહિતની સામગ્રીની જરુર પડશે. સૌથી પહેલા પાકી કેરીને ચોખ્ખા પાણીથી ધોઈને તેની છાલ કાઢી લો.

હવે કેરીને મીક્સરમાં નાખી તેનો પલ્પ તૈયાર કરી લો. ત્યારબાદ તેને ગળી લો જેથી સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જશે. પછી એક નોન સ્ટીક પેનમાં ઘી નાખો. ત્યારબાદ તેમાં કેરીનો પલ્પ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.

આ પલ્પને મીડિયમ ફ્લેમ પર કુક થવા દો. મિશ્રણમાં ખાંડ નાખતા ધ્યાન રાખવાનું કે વધારે પડતી ખાંડ ન પડી જાય. હવે પલ્પ જાડો થાય અને પેન છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.

હવે એક થાળમાં આ મિશ્રણને સારી રીતે પાથરી દો. ત્યારબાદ તડકામાં 2-3 દિવસ આમ પાપડને સુકાવા દો. આમ પાપડ સુકાઈ જાય ત્યારબાદ તેને કાપીને સ્ટોર કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.



























































