કાનુની સવાલ : શું પરિણીત બહેન ભાઈની મિલકત પર દાવો કરી શકે? જાણો
ભારતીય કાયદા અનુસાર, પરિણીત બહેન ચોક્કસ પરિસ્થિતિઓમાં તેના ભાઈની મિલકતમાં હિસ્સો દાવો કરી શકે છે, પરંતુ તે મિલકતના પ્રકાર (પૈતૃક અથવા સ્વ-અર્જિત) અને તેના પર કયા કાયદા લાગુ પડે છે તેના પર આધાર રાખે છે.

કાયદા મુજબ, માતા-પિતા પોતાની કમાણીથી કમાયેલી સંપૂર્ણ મિલકત તેમની પરિણીત પુત્રીને આપી શકે છે અને આવી સ્થિતિમાં તેમનો પુત્ર એટલે કે છોકરીનો ભાઈ કંઈ કરી શકતો નથી. જોકે, પૈતૃક સંપત્તિ ના કિસ્સામાં, ભાઈઓ અને બહેનો તેમના પિતાની મિલકતમાં સમાન ભાગીદાર છે.

પૈતૃક સંપત્તિ (Hindu Succession Act, 1956) અનુસાર જો તમારો ધર્મ હિંદુ છે, તોHindu Succession (Amendment) Act, 2005 બાદ પરિણીત દિકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં બરાબરીનો અધિકાર મળે છે. જેવો દીકરાનો મળે છે.

આનો મતલબ એ છે કે, પરિણીત બહેન,જો તે પિતાની પૈતૃક સંપત્તિની વાત કરી રહી છે.તો તેમાં ભાગ માંગી શકે છે. જે રીતે એક દીકરો સંપત્તિમાં ભાગ માંગે છે.

આ અધિકાર માત્ર ત્યારે લાગુ થાય છે, જ્યારે સંપત્તિ પિતાની પૈતૃક સંપત્તિ હોય ન કે , ભાઈની પોતાની સંપત્તિ,

ભાઈની સ્વયં અર્જિત સંપત્તિ છે. એટલે કે, ભાઈએ પોતાની કમાયેલી સંપત્તિ છે તેમજ તેને કોઈ વસીયત (will) બનાવી નથી તો, જો ભાઈ અવિવાહિત અને તેના સંતાન મૃત્યું પામે છે. તો બહનને ભાઈની સંપત્તિમાં હક મળી શકે છે.

જો ભાઈને પત્ની અને બાળકો છે, તો પહેલી પ્રાથમિકતા તેમને આપવામાં આવશે.પરિણિત બહેનને ભાઈની સ્વયં અર્જિત સંપત્તિમાં સ્વત કોઈ કાનુની અધિકાર હોતો નથી. જ્યાં સુધી ભાઈ તેને વસિયતનામામાં તે મિલકત ન આપી હોય.

અન્ય ધર્મો (જેમ કે ઇસ્લામ) માટે વારસાના કાયદા અલગ છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
