ભારતના જમાઈ જેડી વેન્સનું સાસરિયું છે આંધ્રપ્રેદશમાં, આવો છે અમેરિકાના 50માં ઉપરાષ્ટ્રપતિનો પરિવાર
વેન્સનો જન્મ 2 ઓગસ્ટ, 1984 ના રોજ મિડલટાઉન, ઓહિયોમાં થયો હતો, ઉષા ચિલુકુરી અને જેડી વેન્સ ત્રણ બાળકોના માતા-પિતા છે અને તેમને ઇવાન અને વિવેક નામના બે પુત્રો અને મીરાબેલ નામની પુત્રી છે. તો આવો છે વેન્સનો પરિવાર

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે જેડી વેન્સની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.જેડી વેન્સ તેમના સમગ્ર પરિવાર સાથે ભારત પહોંચ્યા છે.

વેન્સ નાનો હતો ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. તેની માતાના ત્રીજા પતિ બોબ હેમેલ દ્વારા દત્તક લેવામાં આવ્યા પછી, તેની માતાએ તેના પિતાનું નામ અને અટક દૂર કરાવી તેનું ઉપનામ JD રાખ્યું.

જેડી વેન્સનો જન્મ 2 ઓગસ્ટ 1984માં મિડલટાઉન,ઓહિયો અમેરિકામાં થયો છે. તે અમેરિકાના 50માં ઉપરાષ્ટ્રપતિ છે. વેન્સે મિડિલ ટાઉન હાઈ સ્કૂલમાંથી વર્ષ 2003માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતુ.જેડી વેન્સની એક બહેન પણ છે જેનું નામ લિન્ડસે છે.

ત્યારબાદ તે જેડી યૂનાઈટેડ સ્ટેટ્સ મરીન કોર્પર્સમાં સામેલ થયા અને ઈરાકમાં 4 વર્ષ સુધી દેશની સેવા કરી હતી. ત્યારબાદ તે ઓહિયોમાં સ્ટેટ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા પહોચ્યા હતા. જેમાં તેમણે વર્ષ 2009માં પૉલિટિકલ સાયન્સ અને ફિલૉસફીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી.

ત્યારબાદ તેમણે યેલ લૉ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને 2013માં લૉની ડિગ્રી લીધી હતી. ત્યારબાદ તેમણે મલ્ટીનેશનલ લૉ ફર્મ સિડલી ઑસ્ટિન એલએલપી અને કૈલિફોર્નિયા અને અન્ય સ્થળો પર રોકાણ કર્યું હતુ.

વર્ષ 2016માં વેન્સે "હિલબિલી એલેગી: અ મેમોઇર ઓફ અ ફેમિલી એન્ડ કલ્ચર ઇન ક્રાઇસિસ" પુસ્તક લખ્યું. તેમનું આ પુસ્તક ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતુ.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ વેન્સ તેમના પરિવાર સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે લીધી હતી. તો તેના પરિવાર વિશે જાણીએ

વર્ષ 2022માં વેન્સે અમેરિકી સીનેટ માટે પસંદગી થઈ હતી. 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વેન્સે રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પનું સમર્થન કર્યું હતુ.

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને વેન્સની જોડીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્બને નાના અંતરથી હરાવ્યા હતા. ત્યારબાદ વેન્સે ઉપરાષ્ટ્રપતિના રુપમાં શપથ લીધા હતા.

યેલ લૉ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે વેન્સની મુલાકાત ઉષા ચિલુકુરી સાથે થઈ હતી. ત્યારબાદ કોલેજના દિવસોમાં એકબીજાને પ્રેમ થયો અને કપલે વર્ષ 2014માં લગ્નના બંધનમાં બંધાયા હતા.

વેન્સ અને ઉષા 3 બાળકોના માતા-પિતા છે. તેના દિકરાનું નામ ઈવાન અને વિવેક છે અને દીકરીનું નામ મારિબેલ વેન્સ છે.ઉપરાષ્ટ્રપતિ વેન્સની પત્ની ઉષા ભારતીય મૂળની છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ વેન્સ તેમના પરિવાર સાથે ભારતની મુલાકાત લીધી હતી.

અહીં તેમણે પીએમ મોદીને મળ્યા બાદ આગ્રામાં તાજમહેલની મુલાકાત લીધી હતી.

ભારત પ્રત્યેના તેમના પ્રેમનું કારણ તેમની પત્ની ઉષા વેન્સ છે, જે એક ભારતીય-અમેરિકન છે. ઉષા અને જેડી વેન્સની પહેલી મુલાકાત યેલ યુનિવર્સિટીમાં થઈ હતી. જેડી વેન્સ તેમની ઓટોબાયોગ્રાફી હિલબિલી એલેગીમાં લખે છે કે, જ્યારે મેં ઉષાને પહેલી વાર જોઈ, ત્યારે હું ડરી ગયો.

ઉષા બધા છોકરાઓને એક વિષય સમજાવી રહી હતી. હું તેના પ્રેમમાં પડી ગયો, પણ હું તેને કહી શક્યો નહીં. પછી મારા મિત્રોના કહેવાથી મેં હિંમત કરી. જ્યારે ઉષાએ પ્રપોઝ સ્વીકાર્યું, ત્યારે મને ખબર પડી કે તે શાકાહારી ખોરાક ખાય છે. મને અને મારા પરિવારને દારૂ અને મટનનો શોખ હતો, પણ ઉષા માટે મેં શાકાહારી ખોરાક ખાવાનું શરૂ કર્યું.

ઉષા એક નેશનલ લૉ ફર્મમાં પ્રતિષ્ઠિત વકીલ છે અને વર્ષ 2018 સુધી, તેમણે યુએસ સુપ્રીમ કોર્ટમાં પણ કામ કર્યું છે.જે.ડી. વેન્સ યુએસના ઇતિહાસમાં ત્રીજા સૌથી યુવા ઉપરાષ્ટ્રપતિ છે. જેડી વેન્સના માતા-પિતાએ તે નાનો હતો ત્યારે જ છૂટાછેડા લીધા હતા. તે પછી તેને તેની માતાના ત્રીજા પતિએ દત્તક લીધો હતો.

ઉષાના માતા-પિતા મૂળ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના છે જેઓ પાછળથી કેલિફોર્નિયાના સાન ડિએગોમાં સ્થાયી થયા. અહીં ઉષાએ માઉન્ટ કાર્મેલ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદમાં યેલ લો સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી મેળવી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
