Pahalgam Terror Attack : આતંકવાદી હુમલા બાદ રેલવેએ કટરા-નવી દિલ્હી રૂટ માટે શરૂ કરી ખાસ ટ્રેન, જાણો ટિકિટ કેટલી હશે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રીનગર એરપોર્ટ અને નજીકના રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની ભીડ વધી ગઈ છે. ત્યાં ફસાયેલા પ્રવાસીઓ પોતાની રજાઓ રદ્દ કરી પરત ફરી રહ્યા છે. પ્રવાસીઓને કોઈ અસુવિધા ન રહે તે માટે રેલવેએ એક સ્પેશ્યિલ ટ્રેન શરુ કરી છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા બાદ ત્યાં રહેલા પર્યટકો પોતાની રજાઓ રદ્દ કરી રહ્યા છે. ત્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. એરલાઈન્સે શ્રીનગર એરપોર્ટથી એક્સ્ટ્રા ફ્લાઈટ શરુ કરી છે. તેમજ રેલવે પણ ફસાયેલા યાત્રિકો માટે શ્રી માતા વૈષ્ણો દેવી કટડા થી નવી દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેન શરુ કરી છે.

પહેલગામ આતંકી હુમલામાં અંદાજે 26 લોકોના મોત થયા છે. જેમાં 3 ગુજરાતી ટુરિસ્ટ પણ સામેલ છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવે જે પર્યટકો ઘરે પરત ફરી રહ્યા છે. તેના માટે ભારતીય રેલવેએ સ્પેશિયલ ટ્રેન શરુ કરી છે.

ટ્રેન નંબર 04612 નામની આ ખાસ ટ્રેન શ્રી માતા વૈષ્ણો દેવી (SMVD) કટરાથી રાત્રે 9 : 20 વાગ્યે ઉપડશે. તે બીજા દિવસે સવારે 9:30 વાગ્યે નવી દિલ્હી પહોંચતા પહેલા ઉધમપુર અને જમ્મુ તાવી સ્ટેશનો પર રોકાશે. આ સાથે, ઉત્તર રેલ્વેની નવી સ્પેશિયલ ટ્રેન નંબર 04614 પણ કટરાથી નવી દિલ્હી રૂટ પર દોડી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ટ્રેન 11:50 કલાકમાં 655 કિમીનું અંતર કાપશે.

ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેનની ટિકીટ કટરા,ઉધમપુર અને જમ્મુ સ્ટેશનના કાઉન્ટર પર ટિકિટ ઉપલબ્ધ હશે.અહીથી જરુરિયાતમંદ લોકો પોતાની ટિકિટ લઈ શકે છે અને સીટ બુક કરી શકે છે.

ટ્રેન નંબર 04674 કટરાથી નવી દિલ્હી સ્પેશિયલમાં મુસાફરીનું ભાડું રૂ. એસી 3 ટાયર માટે 1320, રૂ. એસી 2 ટાયર માટે 1865 અને રૂ. એસી ફર્સ્ટ ક્લાસ કેટેગરી ફર્સ્ટ ક્લાસ માટે 2860.

કટરા અને નવી દિલ્હી વચ્ચેની મુસાફરી દરમિયાન, ટ્રેન નંબર 04614 સાત રેલ્વે સ્ટેશનો પર રોકાશે, જેમાં શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર, જમ્મુ તાવી, કઠુઆ, પઠાણકોટ કેન્ટ, જલંધર કેન્ટ, લુધિયાણા જંક્શન અને અંબાલા કેન્ટનો સમાવેશ થાય છે.

મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ આ ખાસ ટ્રેનમાં સાત જનરલ કોચ, આઠ સ્લીપર કોચ, બે થર્ડ એસી કોચ, એક થર્ડ એસી ઇકોનોમી કોચ અને બે લગેજ-કમ-બ્રેક વાન પૂરા પાડ્યા છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
