રાજસ્થાન
રાજસ્થાનની રચના વર્ષ 1956માં થઈ હતી. રાજસ્થાનનુ પાટનગર જયપુર છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભજનલાલ શર્મા રાજ્યના મુખ્યમંત્રી છે.
રાજ્યમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે. રાજસ્થાન રાજ્યમાંથી 25 લોકો નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ચૂંટાય છે, જ્યારે 10 લોકો ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પહોંચે છે.
ઘૂમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, જ્યારે ચિંકારા રાજ્ય પ્રાણીનો દરજ્જો ધરાવે છે.