Ahmedabad : વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ, જુઓ Video
અમદાવાદમાં વક્ફ બોર્ડના નામે બની બેઠેલા ટ્રસ્ટીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. તપાસના આધારે જમાલપુરના કુખ્યાત સલીમ જુમ્મા ખાન પઠાણ સામે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ખાનગી માલિકીની તો એક AMCનાં ભોગવટાવાળી જગ્યા પર ગેરકાયદે કબ્જો કરી હડપ કરી કરોડોની છેતરપિંડી આચર્યાનો આરોપ છે.

આરોપી સલીમ કાચની મસ્જિદ ટ્રસ્ટના મકાનોના ગેરકાયદે ભાડા ઉઘરાવતો હતો. પોલીસે આ મામલે ગુજરાત વક્ફ બોર્ડમાં ચેરમેન અને પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાનાં અધ્યક્ષ મોહસીન લોખંડવાળા અને વક્ફ બોર્ડના એક કર્મચારીનું પણ નિવેદન નોંધ્યું છે. 78 જેટલા ભાડુઆતનાં પણ નિવેદન નોંધાયા છે.
ખાનગી જગ્યા પચાવી પાડ્યાનો આરોપ
જમાલપુરમાં પીપરી ચોક ખાતે આવેલી ધોબી મંજિલની 2 દુકાનો વર્ષો પહેલા ફરિયાદીના સસરા દ્વારા ભાડે આપવામાં આવી હતી. આ પછી સલીમ દ્વારા ભાડુઆતનાં દીકરાઓને ધમકાવી ભાડુઆતમાંથી હટાવી ગેરકાયદે દુકાનોનો કબ્જો મેળવ્યો હતો. હાલમાં બંને દુકાનમાં સલીમના સાગરીતો દ્વારા કાપડનો વેપાર કરાઈ રહ્યો છે.
પોલીસ આ કેસમાં સલીમને સ્થળ પર લઈ પંચનામું પણ કર્યું. તો બીજી ફરિયાદ AMCએ નોંધાવી છે. જેમાં કોર્પોરેશનની સ્કૂલની ભોગવટાવાળી જગ્યામાં કોમ્પલેક્સ ઉભુ કર્યું હતું. તેમાં 10 દુકાનો ભાડે આપી દીધી હતી. તેનું ભાડું પણ સલીમ ઉઘરાવતો હતો. AMCના સૂત્રોના મતે તેના કારણે કોર્પોરેશનને અત્યાર સુધી 2 કરોડનું નુક્શાન થયું છે. આગામી સમયમાં આરોપી સલીમની આ ગુનામાં પણ ધરપકડ કરી પુરાવા એકત્ર કરાશે.