AC Temperature Guide : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ? જાણી લો
રાત્રે સારી ઊંઘ માટે એસીનું તાપમાન નિશ્ચિત સેલ્સિયસ પર રાખવું જોઈએ. આ તાપમાન શરીરના કુદરતી તાપમાન ચક્ર સાથે મેળ ખાય છે. જેથી આ વાત દરેક લોકોએ જાણવી જરૂરી છે.

ઉનાળો શરૂ થતાં જ ઘરોમાં AC ચાલુ થઈ જાય છે. સ્વાભાવિક છે કે તમે પણ આ પ્રકારે ઘરમાં AC ચાલુ કરશો.

પરંતુ, શું તમે જાણો છો કે રાત્રે AC નું તાપમાન કેટલું હોવું જોઈએ જેથી તમને સારી ઊંઘ આવે?

આવી સ્થિતિમાં, ચાલો અહીં જાણીએ કે રાત્રે સૂતી વખતે AC કયા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ.

રાત્રે સારી અને ગાઢ ઊંઘ માટે, રૂમનું તાપમાન 20-25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવું જોઈએ.

આ તાપમાન શરીરના કુદરતી તાપમાન ચક્ર સાથે સુસંગત છે, જે સૂતી વખતે થોડું ઘટે છે, જેનાથી સારી ઊંઘ આવે છે.

ખૂબ જ ઓછા તાપમાને AC ચલાવવાથી શરીરમાં ધ્રુજારી આવી શકે છે અને ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

ખૂબ ઊંચા તાપમાને ગરમી લાગવાથી અસ્વસ્થતા અને ઊંઘમાં તકલીફ થઈ શકે છે.

દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, તેથી આરામદાયક તાપમાનમાં થોડો ફેરફાર શક્ય છે. તમે તમારી સુવિધા મુજબ તાપમાન સેટ કરી શકો છો. (ALL Image - Canva)
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
