AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda : મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ કરી હતી હત્યા, જુઓ Video

Kheda : મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ કરી હતી હત્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2025 | 3:14 PM

ખેડાના મહુધા તાલુકાના મહીસા ગામેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. મહીસા ગામમાના ખેતરમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલમાં મળ્યો હતો. જેના આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

ખેડાના મહુધા તાલુકાના મહીસા ગામેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. મહીસા ગામમાના ખેતરમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલમાં મળ્યો હતો. જેના આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મૃતક યુવક – યુવતી પ્રેમલગ્ન કરવા ભાગીને ડાકોર આવ્યા હતા. ત્યાં ડાકોરમાં આરોપી સાથે યુવક-યુવતીની ઓળખાણ થઈ હતી. જેના પગલે યુવક-યુવતીને મદદ કરવાને બહાને આરોપીએ વિશ્વાસ જીત્યો હતો. આરોપી યુવક-યુવતીને ખેતરની ઓરડીમાં લઈ ગયો હતો. રાત્રીના સમયે આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ યુવક -યુવતીને બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી.

ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

ઉલ્લેખનીય છે કે ખેતરમાંથી મૃતદેહ મળતા તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે સ્થાનિક પોલીસ સાથે SP, LCB અને SOG સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુધાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">