Breaking News : મોંઘવારીની માર વચ્ચે આવ્યા એક રાહતના સમાચાર, સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જુઓ Video
ગુજરાતમાં મોંઘવારીના કારણે સામાન્ય જનતાને આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને એવામાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સમાચાર એમ છે કે, રાજકોટમાં સિંગતેલનો ભાવ 4 વર્ષના તળિયે પહોંચ્યો છે.
ગુજરાતમાં મોંઘવારીના કારણે સામાન્ય જનતાને આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સામગ્રીના ભાવ વધી રહ્યા છે, જે સામાન્ય વ્યક્તિના બજેટ પર ભાર મૂકી રહ્યા છે. જો કે, એવામાં મોંઘવારીના સમયમાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સમાચાર એમ છે કે, રાજકોટમાં સિંગતેલનો ભાવ 4 વર્ષના તળિયે પહોંચ્યો છે. રાજકોટમાં 15 કિલોના સિંગતેલનો ભાવ ગબડીને 2 હજાર 300 રૂપિયા પર પહોંચ્યો છે.
સતત ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો સિંગતેલના ડબ્બામાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જણાવી દઈએ કે, દિવાળીથી લઈને અત્યાર સુધીમાં સિંગતેલના ડબ્બામાં 300 રૂપિયાનો ભાવ ઘટાડો નોંધાયો છે. ભાવ ઘટાડાનું મખ્ય કારણ મગફળીનું મબલક ઉત્પાદન માનવામાં આવી રહ્યું છે.
ટૂંકમાં કહીએ તો, મગફળીના પુષ્કળ ઉત્પાદનથી સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ભાવ ઘટાડો તહેવારોના સમયમાં સામાન્ય જનતાને ઘણી રાહત આપે છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

