IPL 2025 : જેની સામે વિરાટ કોહલીનું બેટ નથી ચાલતું, તેને 10 વર્ષથી મળી રહી છે ‘સજા’ !
IPL 2025માં વિરાટ કોહલીના બેટથી રનનો વરસાદ થઈ રહ્યો છે. આ ખેલાડી દરેક મેચમાં પોતાના યોગદાનથી RCBને એક પછી એક જીત અપાવી રહ્યો છે, પરંતુ હવે વિરાટ કોહલી એક એવા ખેલાડી સાથે ટકરાશે જેની સામે તેનું બેટ રન બનાવવાથી ડરે છે. જોકે કોહલીને પરેશાન કરનાર આ ક્લાસ બોલરને છેલ્લા 10 વર્ષથી મળી રહી છે મોટી સજા.

એક તરફ વાઈટ બોલ ક્રિકેટમાં વિરાટ કોહલી સામે દુનિયાના શ્રેષ્ઠ બોલરો પણ ધ્રૂજે છે, પરંતુ એક બોલર એવો છે કે જેની સામે કિંગ કોહલી પણ ફ્લોપ થઈ જાય છે. પણ આ બોલરનું નસીબ જુઓ, છેલ્લા 10 વર્ષથી તે એવી 'સજા' ભોગવી રહ્યો છે જેનો તેણે કદાચ ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય.

અમે વાત કરી રહ્યા છીએ સંદીપ શર્મા વિશે, જે IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે અને હવે તેનો મુકાબલો ફરી એકવાર વિરાટ કોહલી સામે થશે, કારણ કે 24 એપ્રિલે RCB તેના હોમગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.

સંદીપ શર્માના સ્વિંગ સામે વિરાટ કોહલીનું બેટ કામ કરતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે સંદીપ શર્માએ વિરાટ કોહલીને 7 વાર આઉટ કર્યો છે. સંદીપ શર્મા સામે તેની આઉટ થવાની ટકાવારી 36.8 છે. તે સંદીપ સામે 19 ઈનિંગ્સમાં ફક્ત 116 રન જ બનાવી શક્યો છે.

સંદીપ શર્માનો વિરાટ સામે આટલો શાનદાર રેકોર્ડ છે, પરંતુ તેમ છતાં છેલ્લા દસ વર્ષથી તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો નથી. તેણે 2015માં ભારત માટે એક T20 મેચ રમી હતી અને તે પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

જોકે, આ વખતે સંદીપ શર્મા માટે વિરાટ કોહલીનો સામનો કરવો સરળ નહીં હોય, કારણ કે હાલ વિરાટ શાનદાર ફોર્મમાં છે, જ્યારે સંદીપ પોતાની લયથી ભટકેલો દેખાઈ રહ્યો છે. સંદીપ શર્માએ અત્યાર સુધી IPL 2025માં 8 મેચોમાં ફક્ત 6 વિકેટ જ લીધી છે, જેમાં તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 9.92 રન છે.

બીજી બાજુ, વિરાટ કોહલીનું આ સિઝનમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. કોહલીએ 64.40ની સરેરાશથી 322 રન બનાવ્યા છે. વિરાટે IPL 2025માં 8 મેચોમાં ચાર અડધી સદી ફટકારી છે. (All Photo Credit : PTI)
IPL 2025માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે, જો કોહલી આ જ ફોર્મ ચાલુ રાખશે તો તે RCBને પહેલી IPL ટ્રોફી આ વર્ષે જિતાડશે એવી ફેન્સને આશા છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
