Vastu Tips : ઘરમાં આવશે પોઝિટિવ ઉર્જા, અજમાવો મીઠાનો આ ચમત્કારીક ઉપાય
ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવા માટે મીઠાના દ્રાવણનો ઉપયોગ કરવો એક પ્રાચીન અને લોકપ્રિય ઉપાય છે, જે વિવિધ સંસ્કૃતિઓ અને વૈદિક શાસ્ત્રો મુજબ પણ માન્ય છે.
મીઠાના ઉપયોગથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ અટકે છે. ઘરના વાતાવરણમાં શાંતિ અને સુમેળ રહે છે. નકારાત્મક લાગણીઓ, ઝઘડા અને તણાવ ઘટે છે. ભૌતિક અને માનસિક આરામ વધે છે. ફાઇનાન્સ અને કારકિર્દી સાથે સંબંધિત અવરોધની શક્યતા ઓછી રહે છે. (Credits: - Canva)
1 / 8
વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે મીઠું લક્ષ્મીજીના પ્રવેશ માટે જગ્યા બનાવી શકે છે. મીઠું સ્થિરતા અને સમૃદ્ધિને આકર્ષે છે, ખાસ કરીને ધંધામાં અથવા ઘરમાં શાંતિ માટે ઉપયોગી. (Credits: - Canva)
2 / 8
કોઈ વાસ્તુ દોષ હોય અને તાત્કાલિક સુધાર શક્ય ન હોય, તો મીઠાનો ઉપાયો તાત્કાલિક અસર આપે છે. ઉદાહરણ તરીકે, પશ્ચિમ દિશામાં માળખાકીય ખોટ હોય તો ત્યાં મીઠું રાખવું મદદરૂપ સાબિત થાય છે. (Credits: - Canva)
3 / 8
કપાસના કપડામાં થોડું સિંધવ મીઠું ભરીને એક નાની પોટલી બનાવો. મુખ્ય દરવાજાની અંદર બાજુએ એ પોટલી લટકાવો. આ મીઠું ઘરમાં પ્રવેશતી કોઈપણ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સકારાત્મક ઉર્જાના પ્રવાહને જાળવી રાખે છે. (Credits: - Canva)
4 / 8
દર બુધવાર કે શનિવારના દિવસે મીઠાના પાણીથી પ્રવેશદ્વારની આસપાસ 3 થી 4 વાર મીઠાના પાણીનો છંટકાવ કરો. આમ કરવાથી તમારા ઘરમાં પ્રવેશતી કોઈપણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. (Credits: - Canva)
5 / 8
રસોડું ઘરની શક્તિનું કેન્દ્ર છે, અહીં ખુલ્લું મીઠું રાખવું ટાળવું જોઈએ. પણ દર 15 દિવસે એક વખત રસોડાનું ઉર્જા શુદ્ધિકરણ કરવા માટે મીઠા પાણીથી પોતું કરો. (Credits: - Canva)
6 / 8
રાતે ઊંઘ દરમિયાન ઊર્જા શાંત રહે તે માટે બેડના ખૂણે, ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ (South-West) દિશામાં, એક નાનું મીઠાવાળું બાઉલ રાખી શકાય. આ ઉપાય મનની શાંતિ, ઊંઘની ગુણવત્તા અને દંપતિમાં સુમેળ લાવે છે. (Credits: - Canva)
7 / 8
મીઠાનો ઉપયોગ કર્યા પછી દરરોજ દીવો (ઘી અથવા તેલનો) પણ પ્રવેશદ્વાર પાસે પ્રગટાવો, “પ્રકાશ” અને “ઉર્જા” બે મિત્રો સમાન છે. દરવાજા પાસે તુલસીનો છોડ અથવા શંખ પણ રાખો તો નકારાત્મક ઉર્જા રોકાય છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)
8 / 8
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો