‘JAAT’ની લેડી વિલેન સામે બોલિવૂડ ખૂબસૂરતીઓ પણ પાણી ભરે, જુઓ તેના Photos
અભિનેત્રીની ખૂબસૂરતી આગળ બોલિવૂડ હસીનાઓ પણ 'ફેલ' છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 20 લાખ ફોલોવર્સ છે.

'જાટ' ફિલ્મમાં લેડી વિલેનનું મુખ્ય પાત્ર ભજવનાર રેજીના કેસેન્ડ્રા તેની ખૂબસૂરતીને લઈને ચર્ચામાં આવી છે. રેજીના કેસેન્ડ્રાએ લેડી વિલેનની ભૂમિકા ભજવીને ભલભલાને હેરાન કરી નાખ્યા છે. તેનો રોલ એટલો બધો ડરામણો છે કે દર્શકો પણ એકવાર હૈયે હાથ મૂકી દે છે.

10 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે બે દિવસમાં જ 20 કરોડની કમાણી કરી દીધી છે. નેગેટિવ રોલ ભજવનારી આ અભિનેત્રી વાસ્તવમાં એટલી બધી સુંદર છે કે તેની આગળ બોલિવૂડ હસીનાઓ પણ ઢંકાઈ જાય.

ફિલ્મમાં વખાણવા લાયક વાત તો એ છે કે, સાઉથ અભિનેત્રી રેજીના કેસેન્ડ્રાએ નેગેટિવ રોલ ભજવ્યો અને એમાંય તેના ડાયલોગ્સથી દર્શકોના પૈસા વસૂલ થઈ ગયા. રેજીના કેસેન્ડ્રા મોટાભાગની ફિલ્મોમાં નેગેટિવ રોલ જ ભજવે છે.

રેજીના કેસેન્ડ્રાને ખરી ઓળખ વર્ષ 2012માં મળી હતી. વર્ષ 2012માં 'મનસુલો શ્રુતિ'માં શ્રુતિની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે રેજીના કેસેન્ડ્રાને શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂનો 'સીમા એવોર્ડ' પણ મળ્યો હતો. રેજીના કેસેન્ડ્રાએ પિલ્લા નુવવુ લેની જીવિતમ, રૂટિન લવ સ્ટોરી,સાકિની-ડાકિની, કેડી બિલ્લા કિલ્લાડી રંગા અને પાવર જેવી ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડી છે.

આ ઉપરાંત, રેજીના કેસેન્ડ્રા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 20 લાખ ફોલોવર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તે રોજબરોજ તેના કામની નવી અપડેટ આપતી રહે છે.

































































